હેં, તો Salman Khanની આ ‘પ્રેમિકા’ હોત ફિલ્મ જબ વી મેટની ગીત કપૂર?
હેડિંગ વાંચીને તમને પણ સવાલો થયો ને કે ભાઈસાબ ઈમ્તિયાઝ અલીની જબ વી મેટ ફિલ્મમાં કરિના કપૂર-ખાનએ જે રીતે ગીત કપૂરના કેરેક્ટરને ન્યાય આપ્યો છે એ ન્યાય બીજી કોઈ એક્ટ્રેસ તો કઈ રીતે આપી શકત? જો કરિના નહીં તો આ ફિલ્મ માટે કઈ એક્ટ્રેસ હતી પહેલી પસંદ? હાલમાં જ જેને કરિના પહેલાં ફિલ્મ ઓફર કરવામાં આવી હતી એ એક્ટ્રેસે એક ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલાસો કર્યો હતો…
સલમાન ખાનની ફિલ્મ તેરે નામમાં નિર્જરાનો રોલ કરનાર એક્ટ્રેસ ભૂમિકા ચાવલાએ ખુદ ખુલાસો કર્યો હતો કે તેને જબ વી મેટ અને મુન્નાભાઈ એમએમબીબીએસ જેવી ફિલ્મોમાંથી રિપ્લેસ કરવામાં આવી હતી. એટલું જ નહીં એક્ટ્રેસે ઈન્ટરવ્યુમાં એ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે તેને જ્યારે કરિના કપૂરને ફિલ્મ જબ વી મેટમાં કાસ્ટમાં કરવામાં આવી એનો જ અફસોસ થયો હતો, કારણ કે આ ફિલ્મ તેને ઓફર કરવામાં આવી હતી.
આપણ વાંચો: Salman Khan સાથે ઓન કેમેરા આ એક્ટ્રેસે કરી આવી હરકત, ભાઈજાન થયા શરમથી પાણી પાણી…
આ સિવાય સંજય દત્તની બ્લોક બસ્ટર ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં પણ ગ્રેસી સિંહે તેને ચિંકીના રોલમાં રિપ્લેસ કરી હતી. મને માત્ર એક જ વખત અફસોસ થયો જ્યારે મેં જબ વી મેટ સાઈન કરી પણ એ ફિલ્મ હું કરી શકી નહીં. એ સમયે ફિલ્મમાં મારી સાથે બોબી દેઓલને કાસ્ટ કરવામાં આવ્યો હતો અને ફિલ્મનું નામ હતું ટ્રેન. પરંતુ બાદમાં બોબીને શાહિદે અને કરિનાએ મને રિપ્લેસ કરીને ફિલ્મનું નામ પણ જબ વી મેટ રાખવામાં આવ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂમિકાએ હિંદી ફિલ્મો સિવાય તેલુગુ, તમિળ અને મલાયલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને તેને તેની એક્ટિંગ માટે ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. પરંતુ ફિલ્મ તેરે નામ બાદ ભૂમિકા ચાવલાને રાતોરાત ફેમ મળી. ભૂમિકા ચાવલા છેલ્લે 2023માં ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળે હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ ઉકાળી શકી નહીં.