ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલમાં પોતાની ગેમ કરતાં પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવે છે. એમાં પણ જ્યારથી તેણે મોડેલ અને પત્ની નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovik)થી છુટાછેડા લીધા છે ત્યારથી તો તેની લાઈફમાં ઉથલપાથલ મચી ગઈ છે.
જોકે, હવે હાર્દિક પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એવી પોસ્ટ કરી છે જેને કારણે ચર્ચાઓનો નવો દૌર જ શરૂ થઈ ગયો છે. હાર્દિકની આ પોસ્ટ બાદથી તો તેના બીજા લગ્નથી લઈને ટેસ્ટ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ સુધીની જાત જાતની અટકળો લગાવી રહ્યા છે.
વાત જાણે એમ છે કે હાર્દિક પંડ્યાએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરી છે કે ટૂંક સમયમાં જ હું કોઈ મોટી જાહેરાત કરવા જઈ રહ્યો છું, ટૂંક સમયમાં જ તમને બધાને જણાવીશ… હાર્દિકની આ પોસ્ટ બાદથી તો અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે.
કેટલાક ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે હાર્દિક બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે અને બીજા લગ્નની ડેટ પણ ફાઈનલ થઈ ગઈ છે. કેટલાક લોકો વળી એવું પણ કહી રહ્યા છે કે હાર્દિક ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી શકે છે. 2018થી હાર્દિક ટેસ્ટ ક્રિકેટથી દૂર છે.
ઉલ્લેખનીય છે કે હાર્દિકે નતાસા સાથે ડિવોર્સ લીધા એના બાદથી જ તે કોઈ છોકરીને ડેટ કરી રહ્યો છે, જેનું નામ જાસ્મીન વાલિયા છે. જાસ્મીન એક બ્રિટીશ સિંગર છે. હાર્દિકે પોતાના ગ્રીસ વેકેશન પરથી એક વીડિયો શેર કર્યો હતો અને આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં જે સ્વિમિંગ પૂલ જોવા મળ્યું હતું એ જ પૂલ જાસ્મીનના એક ફોટોમાં પણ જોવા મળ્યું હતું. ત્યારથી જ એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે બંને જણ એકબીજાને ડેટ કરી રહ્યા છે.
ગેમની વાત કરીએ તો હાર્દિક પંડ્યાએ 2017માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને 2018માં તે છેલ્લી વખત ઈંગ્લિશ ટીમ સાથે ટેસ્ટ રમ્યો હતો. ત્યાર બાદ ઈન્જરી અને વર્ક લોડ મેનેજમેન્ટને કારણે હાર્દિકે ટેસ્ટ ફોર્મેટ છોડી દીધું હતું. આવી પરિસ્થિતિમાં હાર્દિકની આ પોસ્ટ બાદથી એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ટે હવે ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી શકે છે.
જોકે, હજી સુધી હાર્દિક પંડ્યા દ્વારા આ બાબતે કોઈ પણ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવી. એવું પણ બની શકે છે કે આ કોઈ પ્રમોશનલ ઈવેન્ટ હોય. હવે જોવાની વાત એ છે કે હાર્દિક કઈ મોટી એનાઉન્સમેન્ટની વાત કરી રહ્યો છે…