
હાર્દિક પંડ્યાના છૂટાછેડા પછી સતત એવી ચર્ચા ચાલી રહી હતી કે તેના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ આવી છે. ઘણા વખતથી એવી અટકળો હતી કે મોડેલ માહિકા શર્મા હાર્દિકના જીવનની એ ખાસ વ્યક્તિ છે.
હવે, એ અટકળો પર ખૂદ માહિકા અને હાર્દિકે જ મહોર મારી દીધી છે. અગાઉ હાર્દિક પંડ્યાએ કલૂબાત કર્યા પછી હવે માહિકા શર્માની માલદીવ્સની સ્ટોરીમાં વધુ તસવીરો વાયરલ થઈ છે, જેમાં બંને સાથે પણ જોવા મળ્યા છે.
આપણ વાંચો: નતાસા અને જેસ્મિન બાદ હાર્દિક પંડ્યાની લાઇફમાં નવી લેડી લવ, કોણ છે માહિકા શર્મા?
અગાઉ હાર્દિક પંડ્યાએ તેની નવી ગર્લફ્રેન્ડના ખુલાસાથી બધાને ચોંકાવી દીધા હતા. તેણે સોશિયલ મીડિયા પર મોડેલ મહિકા શર્મા સાથેના તેના નવા પ્રેમને શેર કર્યો હતો અને આ સંબંધની સત્તાવાર પુષ્ટિ કરી હતી. હાર્દિકે તેના જન્મદિવસ પર આ જાહેરાત કરી હતી. બંને રોમેન્ટિક રજાઓ માણી રહ્યા છે અને બીચ પર ખૂબ મસ્તી કરી રહ્યા છે, જેની હવે વધુ તસવીરો જોવા મળી છે.
તેઓ સતત તેમના પ્રેમથી ભરેલી ક્ષણોની ઝલક તેમના ચાહકો સાથે શેર કરી રહ્યા છે. આ તસવીરોમાં, બંને રોમાન્ટિક દેખાઈ રહ્યા છે, એકબીજાની કંપનીનો આનંદ માણવાની સાથે ફૂડ પણ સાથે લેતા જોવા મળ્યા હતા.

માહિકા શર્માએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર હાર્દિક પંડ્યાનો હાથ પકડીને એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બંને બગીમાં સવારી કરતા જોવા મળે છે. ફોટામાં, હાર્દિકે માહિકાનો હાથ પ્રેમથી પકડ્યો છે. આ ક્ષણો તેમના ઊંડા બંધનને દર્શાવે છે, અને એ સ્પષ્ટ છે કે બંને એકબીજા સાથે સમય વિતાવીને ધરાતાં નથી. હાર્દિકે સોશિયલ મીડિયા પર તેમના સંબંધોની પુષ્ટિ કર્યા પછી, મહિકા પણ ખુલ્લેઆમ તેના નવા પ્રેમને વ્યક્ત કરી રહી છે.
આપણ વાંચો: ક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા સાથે ઉજવ્યો 32મો બર્થડે
અહીં એ જણાવવાનું કે હાર્દિક પંડ્યાએ 11 ઓક્ટોબરે પોતાનો 32 મો જન્મદિવસ ઉજવ્યો, જે તેણે માલદીવમાં તેની 24 વર્ષીય ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે ખાસ રીતે ઉજવ્યો હતો. માહિકાએ આ પ્રસંગે હાર્દિકનો એક ફોટો શેર કર્યો, જેમાં તેને કેક, ક્રાઉન અને હમઝા ઇમોજી સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેણે તેની સ્ટોરીમાં “ડેડીઝ હોમ” ગીત પણ ઉમેર્યું, જે બંનેના સંબંધોમાં આત્મીયતાનો નિર્દેશ કરે છે.

બીજી એક પોસ્ટમાં માહિકાએ બાથટબનો ફોટો શેર કર્યો જેમાં ‘હેપ્પી બર્થડે’ અક્ષરોના રૂપમાં તરતું હતું અને પિંક હાર્ટનું ઇમોજી પણ હતું. આ ઉપરાંત, તેણે એક સુંદર બીચ તસવીર પણ શેર કરી છે, જેમાં તે બંને દરિયા કિનારે સમય વિતાવતા જોવા મળે છે.
હાર્દિકે લાંબા સમય સુધી પોતાનું અંગત જીવન મીડિયા અને લોકોની નજરથી દૂર રાખ્યું હતું, ખાસ કરીને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકથી અલગ થવાની જાહેરાત કર્યા પછી. તે ક્યારેય તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા સાથે જાહેરમાં જોવા મળ્યો નથી, જોકે તે ઘણીવાર તેની મેચોમાં હાજર રહેતી હતી અને તેને ઉત્સાહિત કરતી હતી.
હાર્દિકે 2020માં કોવિડ-19 મહામારી દરમિયાન નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી હતી, પરંતુ આ દંપતીએ જુલાઈ 2024 માં અલગ થવાની જાહેરાત કરી હતી. હવે, હાર્દિક પંડ્યા માહિકા શર્મા સાથે તેના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માટે તૈયાર છે અને આ નવી સફર ખૂબ જ રોમાંચક લાગે છે.