Happy Birthday: સ્ટારબક્સના વેઈટરથી માંડી સુપરસ્ટાર સુધીની સફર ખેડી છે આ અભિનેતાએ

મુંબઈ: ફેસનેબલ કપડાના દિવાના, રંગીન મીજાજ અને બોલ્ડ અવતારથી વારંવાર સમાચારની હેડલાઈન બની રહેનાર બોલિવૂડના લોકપ્રિય અભિનેતા રણવીર સિંહનો આજે 6 જુલાઈના જન્મદિવસ છે. મુંબઈના સિંધી પરિવારમાં 1985માં જન્મેલા રણવીરે પોતાની દમદાર અભિનય શૈલીથી લાખો ચાહકોના દિલ જીત્યા છે. ‘બેન્ડ બાજા બારાત’થી લઈને ‘ગલી બોય’ સુધીની તેમની ફિલ્મોએ બોલિવૂડમાં નવો ઇતિહાસ રચ્યો છે. તેમના જન્મદિવસના અવસરે, ચાલો તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો જાણીએ.
સ્ટારબક્સના વેઈટર કરી હતી જોબ
રણવીરનુ પૂરું નામ રણવીર સિંહ ભવાની છે. તેમના પિતા જગજીત ભવનાની અને માતા અંજુ ભવનાની છે. તેમને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. તેઓ શાળામાં નાટક અને મિમિક્રી કરતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે રણવીર સિંહના સ્ટાર બનવાનીની સફર સ્ટારબક્સથી થઈ હતી. તે ત્યાં વેઈટર તરીકે કામ કરતા હતા. જે બાદ એડવટાઈસિંગ એજન્સીમાં કૉપી રાઈટર તરીકે કામ કર્યું હતું. આ સ્ટારબક્સના વેઈટર સ્ટાર બનવાની સફર 2010માં બેન્ડ બાજા બારતથી થઈ હતી. આ ફિલ્મમાં તેમની સાથે અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી.
રણવીરની ફિલ્મ કારકિર્દી
આ ફિલ્મ બાદ રણવીર ‘લૂટેરા’, ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’, ‘બાજીરાવ મસ્તાની’, ‘દિલ ધડકને દો’ અને ‘ગલી બોય’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. ‘ગલી બોય’માં તેમની રેપ મ્યુઝિક પ્રત્યેની લગન દેખાઈ, જેના કારણે આ ફિલ્મે ખૂબ પ્રશંસા મેળવી. જ્યારે લૂટેરા ફિલ્મમાં ઈજા થઈ હોવા છતા પોતે સ્ટંટ કરીને કામ પ્રત્યેની નિષ્ઠા બતાવી હતી.
કેટલી સંપત્તિ છે રણવીર પાસે?
આ બોલિવૂડ સ્ટાર બનવા સાથે તેમણે સ્ટ્રગલનો સામનો પણ કરવો પડ્યો હતો. જ્યારે તેને કરિયરની કરી હતી, ત્યારે કરણ જોહરે હીરો મટીરિયલ ન ગણાવી તેને રિજેક્ટ કર્યો હતો. પરંતુ રણવીરે પોતાની મહેનતથી આ ટીકાને ખોટી સાબિત કરી. તેઓ ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે અને સખત ડાયેટ તેમજ નિયમિત વર્કઆઉટ ફોલો કરે છે. મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે રણવીરની કુલ સંપત્તિ 362 કરોડ રૂપિયા છે, અને તેઓ એક ફિલ્મ માટે લગભગ 20 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
નામ સાથે મળી બદનામી?
રણવીર પોતાનું નામ બોલિવૂડમાં બનાવવાની સફળ ઘણી કોન્ટ્રોવર્સીનો પણ સામનો કર્યો છે. 2015માં રણવીર સિંહે એક શોમાં આવ્યા હતા. જેમાં અભદ્ર અને અશ્લીલ મજાક કરવા પર વિવાદ સર્જાયો હતો. અહેવાલો પ્રમાણે તેમની સામે 14 લોકોએ કેસ નોંધાવ્યો હતો. જ્યારે 2022માં તેઓ રણવીર સિંહે પેપર મેગેઝિન માટે એક ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. એક મહિના પછી, સોશિયલ મીડિયા પર આ તસવીરો વાઈરલ થયા પછી, તેની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ઘણી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે પણ આ મામલે પૂછપરછ માટે તેમને સમન્સ મોકલ્યા હતા. રણવીર સિંહે સ્પષ્ટતા કરી હતી કે તસવીરો મોર્ફ કરવામાં આવી હતી. પોલીસે તપાસ બાદ કેસ બંધ કરી દીધો હતો.
આ પણ વાંચો…બર્થડેના એક દિવસ પહેલાં જ રણવીર સિંહે કેમ તમામ સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી? બધું બરાબર તો છે?