પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરનો આટલો ક્રેઝઃ ભારતીય ચાહકોએ આવો રસ્તો અપનાવ્યો

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાને ડિપ્લોમેટીકલી ઘેર્યું છે. ભારતે પાકિસ્તાની સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરના વીડિયો પર પ્રતિબંધ મૂકી દીધા છે. ભારતે પાકિસ્તાન સામે સીધો જંગ છેડવાને બદલે ઘણા અલગ અલગ રસ્તાઓ અજમાવ્યા છે.
જે યુટ્યૂબર્સના એકાઉન્ટ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે તેમાં એક અભિનેત્રી હાનિયા આમિર પણ છે. હાનિયાનો બહુ મોટો ફોનફોલોઈંગ છે. તે માત્ર પાકિસ્તાન નહીં ભારત સહિત વિશ્વભરમાં ફેમસ છે. તેના ફેન્સ બધે છે અને ભારતમાં પણ તેને લોકો ખૂબ પસંદ કરે છે.
આપણ વાંચો: પાકિસ્તાની અભિનેત્રીને ફ્રોક પહેરીને પ્રી-બર્થડે સેલિબ્રેશન કરવાનું પડ્યું મોંઘું, શું થયું?
પાકિસ્તાન સામે રોષ ચોક્કસ છે, પણ પોતાની ફેવરીટ હીરોઈનને જોવાનું પણ મન થાય છે ત્યારે ભારતીય ફેન્સે નવો રસ્તો અપનાવ્યો છે. તેમણે હવે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ કરવાનુ શરૂ કર્યુ છે.
ફવાદ ખાન, માહિરા ખાન, આતિફ અસલમ અને માવરા હુસૈન બધાના અકાઉન્ટ બંધ કરી દીધા છે.