મનોરંજન

કપિલ શર્માના ઓટીટી શોમાં ગુત્થીનું થયું કમબેક

મુંબઈ: કોમેડી કિંગ કપિલ શર્માનો નવો શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે. કપિલ શર્માના આ નવા કોમેડી શોનું ટ્રેલર હાલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ શો દ્વારા કોમેડી કિંગ કપિલ શર્માની સાથે સુનિલ ગ્રોવર (ઉર્ફે)ની જોડી ફરી એક વખત લોકોને મનોરંજન પૂરું પાડવાની સાથે લોકોને ભરપૂર હસાવશે.

નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થનાર આ શોમાં કપિલ અને બીજા કોમેડિયન સેલિબ્રિટી ગેસ્ટ સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ શોમાં પણ કપિલ શર્માના જૂના શો ‘ધ કપિલ શર્મા શો’ની જેમ જ સેલિબ્રિટીઝ આવવાના છે. આ શોમાં રણબીર કપૂર, દિલજીત દોસાંજ, પરિણીતી ચોપરા અને આમિર ખાન જોવા મળશે.

કપિલ શર્માનો જૂનો શો બંધ થતાં નેટફ્લિક્સ સાથે કપિલે નવો શો બનાવવાની ડીલ કરી હતી. જે હવે લોકોને ટૂંક સમયમાં લોન્ચ થવાનો છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે કપિલ તેના અંદાજમાં લોકોનું સ્વાગત કરી રહ્યો છે અને આ શો હવે ઇન્ટરનેશનલ બની ગયો છે, એવું પણ કપિલ કહેતો જોવા મળી રહ્યો છે.


કપિલે કહ્યું હતું કે હવે તે નેટફ્લિક્સ પર આવી ગયો છે અને તેને હવે પોતાનો સ્વેગ બદલવો પડશે. આ દરમિયાન સ્ટેજ પર એક બોક્સમાં મહિલાના આઉટફિટમાં સુનિલ ગ્રોવરની એન્ટ્રી થાય છે. સુનિલ ગ્રોવરને જોઈને કપિલ તેને પૂછે છે કે તું? અને બંને વચ્ચે કોમેડી અંદાજમાં લડાઈ શરૂ થઈ જાય છે.

કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરની કોમેડી જોડીને જોવા માટે લોકો ઉત્સાહિત થઈ ગયા છે. આ શોમાં માત્ર કપિલ અને સુનિલ જ નહીં પણ જૂના શોના કિકું શારદા, કૃષ્ણા અભિષેક અને રાજીવ ઠાકુર પણ તેમના નવા રૂપમાં જોવા મળવાના છે. આ શોના પહેલા એપિસોડમાં અભિનેતા આમિર ખાન મહેમાન તરીકે આવવાનો છે. આ શોના પહેલા એપિસોડના ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે આમિર ખાન તેના બાળકો વિશે વાત કરી રહ્યો છે. આ શોના એપિસોડમાં આમિર ખાન સાથે તેની બહેન નિકહત પણ આવવાની છે, જે દર્શકો વચ્ચે બેસેલી ટ્રેલરમાં જોવા મળી હતી.

આમિર ખાન સાથે એક એપિસોડમાં અભિનેતા રણબીર કપૂર તેની મમ્મી નીતુ કપૂર અને બહેન રિધિમા ખાન સાથે જોવા મળી રહ્યો છે. આ શોમાં સુનિલ ગ્રોવર આવેલા ગેસ્ટ સાથે મસ્તી મજાક કરતો જોવા મળી રહ્યો છે. દિલજીત દોસાંજ, ક્રિકેટર રોહિત શર્મા સાથે અનેક મહેમાનો પણ કપિલ શર્માના આ નવા શોમાં આવવાના છે. કોમેડીની એનર્જી અને મસ્તીથી ભરેલા આ શોને જોવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ શો 30 માર્ચથી નેટફ્લિક્સ પર રાતે આઠ વાગ્યે શરૂ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button