મનોરંજન

પત્ની સુનિતાના વિવાદિત નિવેદન પર ગોવિંદાએ માગી માફી, જૂઓ વીડિયો

બોલીવુડના લોકપ્રિય અભિનેતા ગોવિંદા પોતાની પર્સનલ લાઈફને લઈ અવાર નવાર ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા પત્ની સુનીતા આહુજા સાથેના મતભેદોને લઈ ચર્ચાએ જોર પડક્યું હતું. જે બાદ હવે ફરી એક વખત સુનીતાએ પોડકાસ્ટમાં આપેલા નિવેદનથી ગોવિંદા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સુનીતાએ ગોવિંદાને અંધશ્રદ્ધાળુ અને પંડિતો પર વધુ પૈસા ખર્ચ કરનાર તરીકે વર્ણવ્યા હતા. આ નિવેદનથી સોશિયલ મીડિયા પર વિવાદનો વંટોળ ઊભો થયો હતો. જેના પર હવે ગોવિંદાનો માફી માગતો વીડિયો સામે આવ્યો છે.

ગોવિંદાએ તેમની પત્ની સુનીતાના નિવેદનનું ખંડન કરતા એક વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં તેમણે કહ્યું કે તેમના ઘરના પંડિત મુકેશ શુક્લાજી અત્યંત યોગ્ય, ગુણવાન અને પ્રામાણિક વ્યક્તિ છે. ગોવિંદાએ સુનીતા તરફથી તેમના વિશે કહેલા અપશબ્દો માટે માફી માગી અને તેમને અપમાનજનક માનીને તેનું ખંડન કર્યું. તેમણે આગળ જણાવ્યું કે તેમનો પરિવાર હંમેશા પંડિતજી સાથે જોડાયેલો છે અને તેઓ સરળ તથા નિષ્પક્ષ છે, જેનાથી આ વિવાદ વધુ ગરમાયો છે.

થોડા દિવસો પહેલા પારસ છાબડાના પોડકાસ્ટમાં સુનીતા આહુજાએ ગોવિંદા વિશે ખુલીને વાત કરી હતી. તેણે જણાવ્યું કે ગોવિંદા જ્યોતિષ અને પંડિતો પર લાખો રૂપિયા ખર્ચ કરે છે, ક્યારેક તો પૂજા માટે 2 લાખ રૂપિયા પણ આપે છે. સુનીતાએ ગોવિંદાના મિત્રો અને ટીમના કેટલાક સભ્યોને મૂર્ખ અને તેની સલાહને નકામી ગણાવી, કહ્યું કે આ લોકો ગોવિંદાની કાનભંભેણી કરે છે. તેઓ ગોવિંદાને ખોટી દિશા આપે છે અને તેની વાતને અવગણે છે.

સુનીતાએ આ પોડકાસ્ટમાં પોતાના સપના વિશે પણ વાત કરી, જેમાં તે વૃદ્ધો અને પ્રાણીઓ માટે આશ્રમ બનાવવા માગે છે અને તેને પોતાના પૈસાથી કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેણે કહ્યું કે ગોવિંદા આવા કામમાં પૈસા ખર્ચતા નથી, કારણ કે તેના પૈસા તેની ટીમ અને મિત્રો માટે જ વપરાય છે. આ નિવેદનોને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સે વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે, કેટલાકે સુનીતાની ખુલ્લી વાતને વખાણી તો કેટલાકે તેને અયોગ્ય ગણાવી છે.

આપણ વાંચો:  શું સલમાનના કારણે ટકી રહી છે વિરુષ્કાની જોડી? જાણો શું છે કથિત બ્રેકઅપની કહાની…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button