કોણ છે ગોવર્ધન અસરાનીની પત્ની મંજુ? જેણે વર્ષો પહેલા છોડી ફિલ્મની દુનિયા

બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા ગોવર્ધન અસરાનીનું 20 ઓક્ટોબરે દિવાળીના દિવસે નિધન થયું છે, જે લાંબા સમયથી ઉમરને લગતી બિમારીથી પિડાઈ રહ્યા છે. તેમના ફિલ્મ શોલેના જેલરના રોલને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે અનેક ફિલ્મોમાં કોમિક અભિનયથી દર્શકોને હસાવ્યા છે. તેમના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે અને તેઓ પત્ની મંજુને એકલા છોડીને ગયા છે.
અસરાનીએ ‘મેરે અપને’, ‘બાવર્ચી’, ‘અભિમાન’, ‘ચુપકે ચુપકે’, ‘છોટી સી બાત’, ‘ભૂલ ભુલૈયા’, ‘બંટી ઔર બબલી 2’, ‘વેલકમ’ અને ‘ઓલ ધ બેસ્ટ’ જેવી ફિલ્મોમાં કામ કરીને પ્રેક્ષકોને મનોરંજન આપ્યું હતું. તેમના કોમિક રોલ્સથી તેઓએ લોકોના દિલ જીત્યા હતા અને સોશિયલ મીડિયા પર ચાહકો તેમને ભાવુક વિદાય આપી રહ્યા છે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા હતા.
મંજુ અસરાની વિશે
ગોવર્ધન અસરાનીના અવસાનના સમાચાર તેમના અંતિમ સંસ્કાર બાદ જાહેર કરવામાં આવ્યા હતા. કેમ કે આ તેમની અંતિમ ઈચ્છા હતી. તેમને પોતાના પત્ની મંજુ અસરાને ઈચ્છા વ્યક્ત કરી હતી કે, કોઈ પણ સમાચાર મોકવામાં ન આવે. જ્યારે એક સમયે મંજુ અસરાની પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ હતા. તેમનું પહેલા નામ બંસલ હતું. 70-80ના દાયકામાં તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. અસરાની અને મંજુની પહેલી મુલાકાત ‘આજ કી તાજા ખબર’ અને ‘નમક હરામ’ના સેટ પર થઈ હતી, જ્યાં ફિલ્મો પ્રત્યેના તેમના પ્રેમને કારણે તેઓ વચ્ચે તરત પ્રેમ સંબંધ બંધાયા. ધીમે ધીમે તેમનો પ્રેમ વધ્યો અને તેઓએ લગ્ન કરી લીધા, જેમાં તેઓએ જીવનભર એકબીજાનો સાથ આપ્યો.
મંજુ અસરાનીનું કરિયર
મંજુએ ‘કબીલા’, ‘ઉધાર કા સિંદુર’, ‘તપસ્યા’, ‘ચાંદી સોના’ અને ‘ચોર સિપાહી’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. અભિનયમાં સફળતા મેળવ્યા પછી તેમણે 1990માં ડિરેક્શન તરફ વળ્યા અને 1995માં ‘માં કી મમતા’ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. તેઓ કરિયર કરતાં પરિવારને પ્રાથમિકતા આપતા હતા અને વર્ષોથી ફિલ્મી દુનિયાથી દૂર છે.
મંજુની લો-પ્રોફાઇલ જીવનશૈલી
મંજુ અસરાની લો-પ્રોફાઇલ જીવન જીવવાનું પસંદ કરે છે અને તેઓ પબ્લિક ઇવેન્ટ્સ કે એવોર્ડ શોમાં ભાગ્યે જ જોવા મળે છે. તેમના પતિ અસરાની પણ લાઇમલાઇટથી દૂર રહેતા હતા અને બંને તેમના વ્યક્તિગત જીવનમાં ખુશ રહેતા હતા. તેમના વિશે માહિતી અનુસાર, તેમને કોઈ સંતાન નથી, જોકે કેટલીક રિપોર્ટમાં તેમના પુત્ર નવીન અસરાનીનો ઉલ્લેખ છે, પરંતુ આ અંગે ક્યારેય સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આપણ વાંચો: જ્યારે શ્રીકૃષ્ણે તોડ્યું ઇન્દ્રનું અભિમાન: જાણો ગોવર્ધન પૂજાનું ધાર્મિક મહત્વ અને પૂજા વિધી