મનોરંજન

પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુની ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ, જુઓ પીસીનો અંદાજ…

મુંબઈ: પ્રિયંકા ચોપરાએ છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડની ફિલ્મોથી દૂરી બનાવી લીધી હોય એવું લાગી રહ્યું છે. 2021માં તે પ્રિયંકા ચોપરા ‘ધ વ્હાઇટ ટાઈગર’ ફિલ્મમાં જોવા જોવા મળી હતી. ત્યારબાદ તેણે બોલિવૂડની એકપણ ફિલ્મ કરી ન હતી. જોકે, હવે આ અભિનેત્રી એક તેલુગુ ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું એક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક જોવા મળ્યો છે.

એસએસ રાજામૌલીની ફિલ્મ

લાંબા સમય બાદ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ધમાકેદાર વાપસી કરવા જઈ રહી છે. મહેશ બાબુની આગામી ફિલ્મ ‘ગ્લોબટ્રોટર્સ’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર કરવામાં આવ્યો છે, જેણે ચાહકોમાં ઉત્સાહ જગાવ્યો છે.

એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ‘મંદાકિની’ની ભૂમિકા ભજવશે. આ ફિલ્મના પોસ્ટરમાં પ્રિયંકાનો અદભુત લુક જોવા મળ્યો છે. પ્રિયંકા ચોપરા પીળી સાડીમાં સજ્જ છે. તેણે કાનની બુટ્ટીઓ પહેરી છે અને તેના વાળ ગૂંથેલા છે. સૌથી આકર્ષક બાબત એ છે કે, તે એક્શન મોડમાં છે અને તેના હાથમાં બંદૂક જોવા મળી રહી છે.

મંદાકિનીને નમસ્તે કહો

પ્રિયંકા ચોપરાએ આ પોસ્ટરને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું છે. સાથોસાથ કેપ્શનમાં લખ્યું છે કે, “તે જેટલી દેખાય છે, તેના કરતાં પણ વધુ સુંદર છે… મંદાકિનીને નમસ્તે કહો.”

ચાહકો પ્રિયંકાના આ શક્તિશાળી અને પરંપરાગત છતાં એક્શનથી ભરપૂર લુકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને કમેન્ટ સેક્શનમાં પોતાની ઉત્સાહભરી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પ્રિયંકાના કેટલાક ચાહકોએ કોમેન્ટમાં ‘વેલકમ બેક દેસી ગર્લ’ લખ્યું છે. એક ચાહકે લખ્યું છે કે, ‘જેવું પોસ્ટર છે, તેવી ફિલ્મ પણ હોય એવી આશા રાખીએ.’ એક ફેન્સે તો પ્રિયંકાએ શેર કરેલા પોસ્ટરનો AI વીડિયો બનાવીને પણ શેર કર્યો છે. જેને જોઈને પણ તમે પ્રિયંકાના કિરદારનો અંદાજ લગાવી શકો છો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button