મનોરંજન

મરાઠી અભિનેત્રી ગિરીજા ઓક રાતોરાત બની નેશનલ ક્રશ: ગુજરાતી લેખકે કર્યા વખાણ, જાણો શું કહ્યું?

મરાઠી અભિનેત્રી ગિરીજા ઓક પાછલા ઘણા દિવસોમાં ઈન્ટરનેટની દુનિયામાં છવાયેલી છે. ખાસ કરીને તેની બ્લુ સાડીવાળી તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. પાછલા 20 વર્ષથી હિન્દી અને મરાઠી ફિલ્મમાં કામ કરી રહેલી આ અભિનેત્રીને હવે નેશનલ ક્રશ ગણવામાં આવી રહી છે. તેના લુકની સરખામણી આંતરરાષ્ટ્રીય અભિનેત્રીઓ જેમ કે મોનિકા બેલુચી અને સિડની સ્વીની સાથે કરવામાં આવી રહી છે.

મરાઠી અભિનેતા ગિરીશ ઓકની પુત્રી ગિરીજા ઓક પાછલા ઘણા વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તેણે આમિર ખાનની ‘તારે જમીન પર’ (2007), ‘શોર ઇન ધ સિટી’, નેટફ્લિક્સ ફિલ્મ ‘QALA’, ‘ધ વેક્સીન વોર’, અને શાહરૂખ ખાનની ‘જવાન’ (2023) તથા ‘ઝેંડે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારે હવે રાતો રાત ફેમસ થયેલી આ અભિનેત્રીના રહસ્યો પરથી પડદા ખોલતો એક વીડિયો ગુજરાતના જાણીતા લેખક જય વસાવડાએ શેર કર્યો છે.

ગિરીજા ઓક કેમ બની રાતોરાત નેશનલ ક્રશ?

ગુજરાતી લેખક જય વસાવડાએ ગિરીજા ઓકની આ દીવાનગી પાછળના મુખ્ય પાંચ કારણો જણાવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યારે રીલ્સ અને સોશિયલ મીડિયા પર ખુલ્લા પ્રદર્શનની હોડ લાગી છે, ત્યારે ગિરીજા ઓકનો સાડીવાળો લુક કેમ ‘હોટ ફેવરિટ’ બની ગયો છે

  1. હાલના રીલ્સના ટ્રેન્ડ વચ્ચે ગિરીજા ઓક સાડીમાં ગ્રેસ સાથે દેખાઈ રહી છે. સ્લીવલેસ બ્લાઉઝ સાથે સાડી પહેરવાની તેની રીત અત્યંત આકર્ષક અને યુનિક છે.
  2. ગિરીજાનો સાડી લુક ભલે ઘરેલું લાગે, પરંતુ તેણે પોતાની સ્માર્ટનેસથી આ સંયોજનને આદર્શ અને આકર્ષક બનાવ્યું છે, જે પુરુષોને ખૂબ પસંદ આવી રહ્યું છે.
  3. મરાઠી અભિનેત્રીના લુકમાં નિર્દોષતા પણ છે અને સાથે જ સમજદારી પણ દેખાઈ રહી છે. આનાથી પુરુષોમાં એક આત્મવિશ્વાસ આવે છે કે ગિરીજા જેવી મહિલા બધું જ સંભાળી લેશે, જે તેણે અન્યો કરતા અલગ પાડે છે.
  4. ગિરીજાની પર્સનાલિટીમાં કોઈ કનફ્યુસિગ નથી, તેનું વિઝન એકદમ સ્પષ્ટ જણાય છે. એટલું જ નહીં, તેની ભાષા અને ઉચ્ચારણ પણ અદ્ભુત છે.
  5. ગિરીજા ઓકનું સ્મિત અત્યંત ગરિમાપૂર્ણ અને મોહિત કરનારું છે. તેની અભિવ્યક્તિઓ એટલી સારી છે કે તેને જોઈને લાગે છે કે તે એક એવી નારી છે જે આખી દુનિયા જીતી શકે છે.

જય વસાવડાએ જણાવ્યું કે ગિરીજા ઓક પોતાના ઘરેલું છતાં સ્માર્ટ લુક દ્વારા લોકોની ‘ફેન્ટસી’ (કલ્પના)માં સ્થાન મેળવ્યું છે. તેને જોઈને એવું લાગે છે કે જો પુરુષ હાજર ન હોય તો પણ તે ઘરને સંભાળી શકે છે. તેની વાણીનું ઉચ્ચારણ ખૂબ જ મધુર છે અને તેમની આંખોમાં આમંત્રણ આપતી ગહેરાઈ પણ છે, જે તેને એટ્રેક્ટિવ બનાવે છે. તે પોતાની વ્યક્તિત્વથી હોંશિયાર અને શિક્ષિત જણાય છે. આજના સમયમાં જે આદર્શ નારીની શોધ છે, તેમાં ગિરીજા ઓક એકદમ ફીટ બેસે છે. ઉલ્લેખનીય છે કે, ગિરીજા ઓક પરિણીત છે અને ફિલ્મ પ્રોડ્યુસર સુહૃદ ગોડબોલે સાથે તેમના લગ્ન થયા છે, તેમજ તેમનો 12 વર્ષનો પુત્ર પણ છે.

આપણ વાંચો:  જાણો કોની સાથે અભિનેત્રી કંગના રણૌત સાસણ ગીરની મુલાકાતે આવી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button