મનોરંજન

ભૂલ ચૂક માફઃ બોક્સ ઓફિસ કલેક્શન જોઈને લાગે છે કે ફિલ્મનો ખર્ચ નીકળી જશે

રાજકુમાર રાવ અને વામિકો ગબ્બીની રોમ-કોમ ફિલ્મ ભૂલ ચૂક માફને સારા રિવ્યુ મળ્યા ન હતા. મોટાભાગના ક્રિટિક્સે ફિલ્મને ઘણી નબળી ગણાવી હતી, છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે. જોકે સાતમા દિવસે ફિલ્મ નબળી પડવા માંડી છે.

ભૂલ ચૂક માફનું કલેક્શન હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફિલ્મનું બજેટ લગભગ 50 કરોડ છે. ફિલ્મે 7મા દિવસે લગભગ રૂ. 4 કરોડની કમાણી કરી હતી. જોકે, આ શરૂઆતના આંકડા છે અને સાંજ સુધીમાં બદલાશે. અત્યાર સુધીમાં, તેનું કુલ કલેક્શન 40.36 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

આપણ વાંચો: Film review: રાજકુમાર રાવની ભૂલ તમે ભૂલથી પણ થિયેટરમાં જોવા ન જાઓ તો સારું

આ વિકએન્ડમાં ફિલ્મ જો રૂ. 10 કરોડ આસપાસ કલેક્શન કરે તો જ ફિલ્મનું બજેટ કવર થઈ શકે તેમ છે. આવતા વિકએન્ડમાં મલ્ટિસ્ટારર હાઉસફુલ-5 આવી રહ્યું છે.

જોકે તેમ છતાં રાજકુમારની ફિલ્મે અપેક્ષા કરતા સારું કલેક્શન કર્યું છે. વેકેશન છે, બીજી કોઈ ફિલ્મો થિયેટરમાં નથી અને ફિલ્મ કોમેડી છે એટલે લોકો એન્જોય કરી રહ્યા છે.

આપણ વાંચો: રાજકુમાર રાવની ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’નું ટ્રેલર રિલીઝ, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

ભૂલ ચૂક માફ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો પહેલા દિવસે રૂ. 7 કરોડ, ત્યારબાદ અનુક્રમે રૂ. 9 કરોડ, રૂ. 11.25 કરોડ, રૂ. 4.52 કરોડ, રૂ. 4.79 કરોડ, રૂ. 3.25 કરોડ, રૂ. 0.04 કરોડ થયું છે.

રાજકુમાર રાવની પાસેથી અપેક્ષા હોય તેવી ફિલ્મ નથી અને તેના ફેન્સ ઘણા નિરાશ થયા છે. આથી ફિલ્મ કમાણી તો કરશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે, પણ બજેટનો ખર્ચ રૂ. 50 કરોડ કાઢી લે તો નિર્માતાઓએ રડવાનો વારો આવશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button