Happy Birthday: ફેમિલી ફર્સ્ટ માની બ્રેક લીધો, હવે ફિલ્મોમાં કમ બેક કર્યું અને સોશિયલ મીડિયા પર પતિ સાથે ધૂમ મચાવી રહી છે

મુંબઈ: આજના સમયમાં માતા બન્યા પછી પણ મહિલા પોતાના કરિયરને છોડતી નથી. એ પછી બોલીવૂડ કલાકાર હોય કે પછી કોર્પોરેટ એમ્પલોય. જ્યારે પહેલાના સમયમાં માતા બન્યા પછી સંસારની જવાબદારી હેઠળ મહિલાના કરિયર પર બ્રેક લાગી જતી હતી. એવી જ એક જાણીતી અદાકારા જેણે પોતાના દાંપત્ય જીવન માટે મોટા પડદા પરથી લાબાં સમય સુધી બ્રેક લીધા પછી ફરી પોતાનો જલવો ફિલ્મી દુનિયામાં બતાવી રહી છે. આ અદાકારા છે જેણે પોતાની પર્સનલ લાઈફને પ્રોફેશનલ લાઈફથી ઉપર રાખી છે. જોકે તેની લવ સ્ટોરી પણ એટલી જ ફિલ્મી છે.
આજે બોલીવૂડના જાણીતા અને ફેમસ ચહેરા રિતેશ દેશમુખના પત્ની જેનેલિયા ડિસૂઝા આજે પોતાનો 38મો બર્થ ડે પણ સેલિબ્રેટ કરી રહી છે. ચાલો, આ પ્રસંગે તેમના જીવન અને પ્રેમકહાનીની કેટલીક રસપ્રદ વાતો જાણીએ.

જેનેલિયા ડિસૂઝાનો જન્મ 5 ઓગસ્ટ, 1987ના રોજ મુંબઈમાં એક મંગલોરિયન કેથોલિક પરિવારમાં થયો હતો. તેમની માતા ફાર્મા કંપનીમાં કામ કરતી હતી, જ્યારે પિતા ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસમાં હતા. જેનેલિયા સ્કૂલના દિવસોમાં રાજ્ય કક્ષાની એથ્લીટ અને રાષ્ટ્રીય કક્ષાની ફૂટબોલ ખેલાડી હતી. જોકે, રમતગમતમાં શ્રેષ્ઠ હોવા છતાં, તેમણે અભિનયનો રસ્તો પસંદ કર્યો. તેમની કારકિર્દી ત્યારે ચમકી જ્યારે તેઓ અમિતાભ બચ્ચન સાથે એક જાહેરાતમાં જોવા મળ્યા, જેના પછી તેમને ફિલ્મોની ઓફર મળવા લાગી.
રિતેશ સાથેની લવસ્ટોરી
જેનેલિયાની રિતેશ દેશમુખ સાથેની લવ સ્ટોરીની તેની પહેલી ફિલ્મ ‘તુજે મેરી કસમ’ના સેટ પરથી શરૂ થઈ. ગેરસમજણથી શરૂ થયેલી આ પ્રેમ કહાની આજ સુધી પોતાના જીવવના નવા નવા અધ્યાય સાથે લખી રહી છે. મીડિયા અહેવાલો પ્રમાણે જેનેલિયાને શરૂઆતમાં એવું લાગતુ હતું કે રિતેશ રાજકારણીના પુત્ર હોવાથી તે ઘમંડી હશે. એ કારણે શરૂઆતમાં જેનેલિયાએ તેને ઈગનોર કર્યો હતો. પરંતુ શૂટિંગ દરમિયાન બંને વચ્ચે ફ્રેન્ડશીપ થઈ અને અંતે 2012માં લગ્ન કરી લીધા અને આ પ્રેમકહાની ચાહકો માટે પ્રેરણાદાયી બની.

લગ્ન બાદ કરિયરમાં બ્રેક
જેનેલિયાએ લગ્ન પહેલા અનેક ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ રિતેશ સાથે લગ્ન બાદ તેમણે પરિવારને પ્રાથમિકતા આપવા માટે ફિલ્મી કરિયરમાંથી બ્રેક લીધો. લગ્ન બાદ તેઓ થોડી ફિલ્મોમાં જોવા મળ્યા, પરંતુ મોટે ભાગે નાની ભૂમિકા કે કેમિયો રોલમાં જોવા મળ્યા. 2022માં તેમણે રિતેશ સાથે મરાઠી ફિલ્મ ‘વેદ’માં કામ કર્યું, જે ખૂબ ચર્ચામાં રહી. તાજેતરમાં તેઓ આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’માં જોવા મળ્યા, જેના કારણે તેઓ ફરી ચર્ચામાં આવ્યા. જેનેલિયાની આ સફર દર્શાવે છે કે તેમણે પોતાના પરિવાર અને કરિયર વચ્ચે સંતુલન જાળવીને પોતાની ઓળખ બનાવી.
ફિલ્મી કારકિર્દીની શરૂઆત
જેનેલિયાએ 2003માં ફિલ્મ ‘તુજે મેરી કસમ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેમની સાથે રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં હતા. આ પછી તેમણે ‘જાને તૂ યા જાને ના’, ‘તેરે નાલ લવ હો ગયા’, ‘ફોર્સ’, ‘હેપ્પી’ અને ‘રેડી’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કરીને નામના મેળવી હતી. આ ઉપરાંત, તેમણે તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાં ‘ઉરુમી’, ‘વેલાયુધમ’, ‘ધી’ અને ‘સત્યમ’ જેવી ફિલ્મો સમાવેશ થાય છે. તેમની એક્ટિંગે બોલિવૂડથી લઈને સાઉથ સુધી ચાહકોના દિલ જીત્યા.
આ પણ વાંચો…Happy Birthday: આ બે બોલીવૂડ અભિનેત્રીએ શૉ પિસ ન બનતા ભજવ્યા છે દમદાર પાત્રો…