શહીદ દિને સાયલંટ ફિલ્મ ‘ગાંધી ટોક્સ’ રિલીઝ થશેઃ વિજય સેતુપતિ-અદિતિની પ્રયોગાત્મક ફિલ્મમાં રહેમાનનું સંગીત

મુંબઈઃ પ્રસિદ્ધ અભિનેતા વિજય સેતુપતિ, અરવિંદ સ્વામી, અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ જાધવ અભિનીત મૂક ફિલ્મ ‘ગાંધી ટોક્સ’ ની આખરે રિલીઝ તારીખ જાહેર કરી દેવામાં આવી છે. .
આ ફિલ્મ નિર્માતાઓએ જાહેરાત કરી છે કે ફિલ્મને 30 જાન્યુઆરીએ બાપુની પુણ્યતિથિ એટલે કે શહીદ દિને સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ કિશોર પી. બેલેકર દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત છે અને તેમાં એકેડેમી એવોર્ડ વિજેતા સંગીતકાર એ.આર. રહેમાનનું સંગીત છે. જેથી ફિલ્મના વખાણ પણ થઈ રહ્યાં છે.
આપણ વાચો: ‘જેલર 2’ની રિલીઝ ડેટ જાહેર: રજનીકાંતે કહ્યું આ તારીખના આવશે ફિલ્મ આવશે થિયેટરમાં
આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શિત થનારી પ્રથમ મૂક ફિલ્મ
ફિલ્મની વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ 2023 માં ગોવામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શિત થનારી પ્રથમ મૂક ફિલ્મ હતી. આ ફિલ્મનું આજે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર જોયા પ્રમાણે ફિલ્મમાં અભિનય કરી રહેલા કલાકારોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધી છે.
વિજય સેતુપતિ પોતાના અદભૂત અભિનય માટે જાણીતો છે, આ ફિલ્મમાં પણ તેણે ખૂબ જ સારો અભિનય કર્યો છે. વિજય સેતુપતિ, અદિતિ રાવ હૈદરી અને અરવિંદ સ્વામીની મૂક ફિલ્મ ‘ગાંધી ટોક્સ’ના નિર્માતાઓએ ફિલ્મને રિલીઝ કરવાની તારીખ જાહેર કરી દીધી છે. ફિલ્મનું નવું ટીઝર લોકોને ખૂબ જ રસપ્રદ લાગ્યું છે.
આ ફિલ્મમાં ગાંધીના વિચારો અને ચલણી નોટ પર તેમનો ફોટો છે તેમાં કેટલો વિરોધાભાષ છે તે દર્શાવવામાં આવ્યું છે. વિજય સેતુપતિએ પણ આ ફિલ્મ અંગે પોતાના વિચારો વ્ચક્ત કર્યાં હતાં.
ટીઝર રિલીઝ કરવામાં આવ્યું તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આ ફિલ્મમાં કેન્દ્ર સ્થાને મૌન છે. ગાંધી ટોક્સ ફિલ્મના ટીઝરમાં વિજય સેતુપતિએ કાંટો પકડી રાખ્યો છે. ટીઝરમાં અદિતિ રાવ હૈદરી અને અરવિંદ સ્વામીની ઝલક પણ જોવા મળે છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર આગામી 30 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મની વાત કરવામાં આવે તો, ગાંધી ટોક્સ એક મૂક બ્લેક કોમેડી ફિલ્મ છે જે પાત્રની રૂપિયાની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને તેનો લોકો પર કેવો પ્રભાવ પડે છે તે દર્શાવવામાં આવ્યું છે.
ફિલ્મની કહાણી મહાદેવ નામના એક યુવાન, બેરોજગાર સ્નાતકની છે. આ યુવક નોકરીની શોધમાં હોય છે. તેની મુલાકાત એક ઉદ્યોગપતિ અને એક નાના- મોટા ચોર સાથે થાય છે. શબ્દો કરતા પણ મૌનમાં વધારે તાકાત હોય છે. આ ફિલ્મમાં પણ મૌન શબ્દો કરતાં વધુ બોલે છે. એક મૂક ફિલ્મ હોવાથી, વાર્તા સંગીત અને હાવભાવ દ્વારા કહેવામાં આવી છે. જેથી લોકો આ ફિલ્મને પસંદ કરવાના છે.



