‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ની ચોથી સીઝન જાણો ક્યારે થશે રિલીઝ?

મુંબઈ: સયાની ગુપ્તા, કીર્તિ કુલ્હારી, બાની જે અને માનવી ગગારૂ સ્ટારર વેબ સીરીઝ ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ને દર્શકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે. જેથી આ વેબ સિરીઝ ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે પણ નોમિનેટેડ થઈ ચૂકી છે. અત્યારસુધી આ વેબ સિરીઝની ત્રણ સીઝન આવી ચૂકી છે. આ વેબ સીરીઝના ફેન્સ હવે તેની ચોથી સીઝનની રાહ જોઈ રહ્યા છે. આવા ફેન્સ માટે એક ખુશ ખબર છે. ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ની ચોથી સીઝનની રિલીઝ ડેટ જાહેર થઈ ચૂકી છે.
ક્યારે રિલીઝ થશે ચોથી સીઝન
એમેઝોન પ્રાઇમ વિડીયો દ્વારા ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. એમેઝોન પ્રાઇમ વિડીયોએ ઇન્સ્ટાગ્રામ પર’ફોર મોર શોટ્સ પ્લીઝ’ની ચોથી સીઝનના પોસ્ટરની સાથે તેની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ વેબ સીરીઝ 19 ડિસેમ્બરે રિલીઝ થશે. એમેઝોન પ્રાઇમ વિડીયોએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ‘OG ગેંગના મીટ-અપમાં પધારવા તમને આમંત્રણ છે.’
આ પણ વાંચો : એટલે એ 39 વર્ષની અભિનેત્રીને લોકો લેસ્બિયન સમજવા લાગ્યા હતા, પહેચાન કૌન?
ક્યારે રિલીઝ થશે ચોથી સીઝન
‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ની ચોથી સીઝનમાં મહિલાઓના જીવનની ચઢતી-પડતી દર્શાવવામાં આવશે. દામિની, અંજના, સિદ્દી અને ઉમંગને એ વાતનો અહેસાસ થશે કે, કોઈ બીજા માટે પોતાને નંબર વન સાબિત કરવાની જરૂર નથી, આપણે જ આપણા જીવનના હીરો છે. જોક, ચોથી સીઝનમાં મુખ્ય ચાર એક્ટ્રેસ સિવાય લીજા રે, પ્રતિક બબ્બર, રાજીવ સિદ્ધાર્થ, અંકુર રાઠી અને મિલિંદ સોમાન જેવા સ્ટાર્ટ પર જોવા મળશે.



