‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મે વધારી વિવેક અગ્નિહોત્રીની મુશ્કેલી, TMCએ નોંધાવી ડિરેક્ટર-પ્રોડ્યુસર સામે FIR

મુંબઈ: છેલ્લા છ વર્ષોમાં વિવેક અગ્નિહોત્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ બની ગયું છે. વિવેક અગ્નિહોત્રીની કશ્મીર ફાઈલ્સ(2023) ફિલ્મને બહોળુ જનસમર્થન મળ્યું હતું. જેની અસર આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ જોવા મળી હતી. પરંતુ તાજેતરમાં વિવેક અગ્નિહોત્રી પોતાની કશ્મીર ફાઈલ્સ જેવી અન્ય એક આગામી ફિલ્મને લઈને પોલીસ કેસમાં ફસાયા છે.
વિવેક અગ્નિહોત્રી સામે કોણે નોંધાવી FIR
ફિલ્મ નિર્માતા-દિગદર્શક વિવેક અગ્નિહોત્રી 2019થી દેશના સંવેદનશીલ મુદ્દાઓ પર ફિલ્મ બનાવી રહ્યા છે. પાછલા વર્ષોમાં વિવેક અગ્નિહોત્રીએ તાસ્કંદ ફાઈલ(2019), કશ્મીર ફાઈલ(2023) અને વેક્સિન વોર(2024) જેવી ફિલ્મો બનાવી છે. એક વર્ષના વિરામ બાદ હવે તે ‘ધ બંગાળ ફાઇલ્સ’ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે.
જૂન 2025માં આ ફિલ્મનું ટ્રીઝર લોન્ચ થઈ ચૂક્યું છે. ફિલ્મના વિવિધ દૃશ્યો સાથે ટ્રીઝરમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ‘જો કાશ્મીરે દર્શકોને રડાવ્યા હતા, તો બંગાળ તેમને ડરાવશે.
‘ આ ફિલ્મને લઈને પશ્ચિમ બંગાળમાં વિવેક અગ્નિહોત્રી અને તેમની પત્ની તથા ફિલ્મના સહ-નિર્માતા પલ્લવી જોશી વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા ‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શનક વિરૂદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો છે.
આપણ વાંચો: ‘ધ વેક્સિન વોરને રોકવાના પ્રયાસો થઇ રહ્યા છે’: વિવેક અગ્નિહોત્રી
‘ધ બંગાળ ફાઇલ્સ’ સામે TMCનો વિરોધ
‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મ સાથે મુખ્ય રીતે સંકળાયેલા વિવેક અગ્નિહોત્રી અને તેમની પત્ની પલ્લવી જોશી હાલ વિદેશ પ્રવાસે છે. તેઓ ‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા અમેરિકાના 10 શહેરોમાં ફિલ્મના ખાસ પ્રીમિયરનું આયોજન કરી રહ્યા છે. તાજેતરમાં 19 જુલાઈ 2025ના રોજ ન્યૂ જર્સી ખાતે ‘ધ બંગાળ ફાઇલ્સ’નો પ્રીમિયર શો યોજાયો હતો.
હવે 10 ઓગસ્ટના રોજ હ્યુસ્ટનમાં પણ આ ફિલ્મના પ્રીમિયરનું આયોજન થવાનું છે. ત્યારે તૃણમૂલ કોંગ્રેસે (TMC) આ ફિલ્મ પર સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
તૃણમૂલ કોંગ્રેસે FIRમાં ‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મના ટ્રીઝરનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, આ ફિલ્મથી રાજ્યની શાંતિ ડહોળાઈ શકે છે. જોકે, પશ્ચિમ બંગાળમાં નોંધાયેલી ફરિયાદને લઈને વિવેક અગ્નિહોત્રી કે પલ્લવી જોશી પૈકી કોઈએ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
આપણ વાંચો: સર્વાઇકલ કેન્સર સ્ટંટ: પૂનમ પાંડેની માતાએ કર્યો મોટો ખુલાસો
આઝાદી પહેલાની ઘટના પર આધારિત છે ફિલ્મ
‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મ 1946 માં કોલકત્તામાં થયેલા રમખાણો પર આધારિત છે. આઝાદીના એક વર્ષ પહેલા 16 ઓગસ્ટ 1946 ના રોજ શરૂ કોલકત્તામાં કોમી રમખાણો શરૂ થઈ ગઈ હતી. કારણ મુસ્લિમ લીગ દ્વારા મુસ્લિમો માટે કરવામાં આવેલી અલગ દેશની માંગ આ રમખાણો પાછળનું કારણ હતું.
અલગ દેશની માંગ સાથે મુસ્લિમ લીગ દ્વારા હડતાળ અને આર્થિક બંધીની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસને ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગે ‘ડાયરેક્ટ એક્શન ડે’ નામ આપ્યું હતું. અગાઉ આ ફિલ્મનું નામ ‘ધ દિલ્હી ફાઇલ્સ: ધ બંગાળ ચેપ્ટર’ રાખવામાં આવ્યું હતું. પરંતુ નિર્માતાએ લોકોની માંગનું કારણ આપીને જૂન 2025માં આ ફિલ્મનું નામ બદલ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વિવેક અગ્નિહોત્રી દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત ‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મ 05 સપ્ટેમ્બર 2025ના રોજ રિલીઝ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જેમા મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી, પુનીત ઇસ્સાર, ગોવિંદ નામદેવ, બબ્બુ માન, પાલોમી ઘોષ, નમાશી ચક્રવર્તી અને પ્રિયાંશુ ચેટર્જી સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.