આખરે કેમ આ ડિરેકટર પોતાનાથી 19 વર્ષ નાના એક્ટરને લાગ્યો પગે?
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? કારણ કે અત્યાર સુધી આપણે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે અભિનેતા અભિનેત્રીઓ ડિરેકટરના પગે પડતા હોય છે કે પછી આભાર વ્યકત કરતાં જોવા મળે છે. પરંતુ આજે આપણે અહીં એક એવી ઘટના વિશે વાત કરીશું કે જેમાં એક ડિરેકટર પોતાનાથી 19 વર્ષ નાના અભિનેતાને પગે પડે છે.
આવો જોઈએ કે આખરે કોણ છે આ અભિનેતા અને ડિરેક્ટર… આ એકટર છે અર્જુન કપૂર અને ડિરેકટર છે સુજોય ઘોષ. વાત જાણે એમ છે કે કરીના કપૂરની ફિલ્મ જાને જાનની સ્ક્રીનીંગ વખતે આ દ્રશ્ય જોવા મળ્યું હતું. આ દ્રશ્ય જોઈને સૌ કોઈ હેરાન થઈ ગયા હતા.
ફિલ્મના ડિરેક્ટર સુજોય ઘોષે પગે પડીને અર્જુન કપૂરનું સ્વાગત કર્યું હતું. પરંતુ એક્ટર તરત જ તેમને આવું કરતાં રોકીને ગળે લગાડી દીધા હતા. હવે સુજોય ઘોષે આવું કેમ કર્યું એ તો એ જ કહી શકે પણ આ ઘટના પાપારાઝીના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને અર્જુન કપૂર ટ્રોલર્સના નિશાના પર આવી ગયો હતો. આ વીડિયો જોઈને એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું હતું કે બસ હવે આ જ જોવાનું બાકી રહી ગયું હતું કે એક ટેલેન્ટેડ ડિરેકટર એક્ટરના પગે પડે.
અર્જુન કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ધ લેડી કિલર અને મેરે હસબન્ડ કી બીવી જેવી ફિલ્મોમાં કામ કરતો જોવા મળશે. વાત કરીએ જાને જાન ફિલ્મની તો આ ફિલ્મથી કરિના કપૂર ઓટીટી પર ડેબ્યુ કરી રહી છે અને આ ફિલ્મમાં તેની સાથે વિજય વર્મા પણ જોવા મળશે.