ફિલ્મફેર એવોર્ડ્સ: આલિયા, કાર્તિક અને અભિષેક બચ્ચનને બેસ્ટ એક્ટર-એક્ટ્રેસનો ખિતાબ, જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી...
મનોરંજન

ફિલ્મફેર એવોર્ડ્સ: આલિયા, કાર્તિક અને અભિષેક બચ્ચનને બેસ્ટ એક્ટર-એક્ટ્રેસનો ખિતાબ, જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી…

અમદાવાદઃ 70મા ફિલ્મફેર એવોર્ડ્સ અમદાવાદમાં શનિવારે યોજાયા હતા, જ્યાં બોલીવુડના કલાકારોએ હાજરી આપીને લોકોમાં નવા ઉત્સાહનો સંચાર કર્યો હતો. અહીંની નાઈટમાં કિંગ ખાન શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પોલે હોસ્ટિંગ સંભાળ્યું હતું.

આ એવોર્ડ નાઈટમાં અનેક ફિલ્મ અને સિતારાઓને પોતાની પ્રતિભા બિરદાવા માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આલિયા ભટ્ટે બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ જીત્યો, જ્યારે અભિષેક બચ્ચન અને કાર્તિક આર્યનને બેસ્ટ એક્ટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

કોણ બન્યા બેસ્ટ એક્ટર ઓફ ઈયર?
આ અવોર્ડ સમારોહમાં અભિષેક બચ્ચનને ‘આય વાન્ટ ટુ ટોક’ માટે અને કાર્તિક આર્યનને ‘ચંદુ ચેમ્પિયન’ માટે બેસ્ટ એક્ટરનો પુરસ્કાર મળ્યો. જ્યારે આલિયા ભટ્ટે ‘જિગરા’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો. સપોર્ટિંગ રોલમાં રવિ કિશનને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ એક્ટરનો પુરસ્કાર મળ્યો.

‘લાપતા લેડીઝ’નો ફિલ્મફેરમાં દબદબો
‘લાપતા લેડીઝ’ ફિલ્મે બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર (કિરણ રાવ), બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ) પ્રતિભા રાંતા, સપોર્ટિંગ મેલ (રવિ કિશન), સપોર્ટિંગ ફીમેલ (છાયા કદમ), બેસ્ટ મ્યુઝિક આલ્બમ (રામ સંપત), બેસ્ટ લિરિક્સ (પ્રશાંત પાંડે – સજની), બેસ્ટ પ્લેબેક સિંગર મેલ (અરિજિત સિંહ – સજની) અને બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ (નિતાંશી ગોયલ) જેવા અનેક એવોર્ડ્સ જીત્યા. આ ફિલ્મને કુલ 9 જેટલા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યી હતી.

આ એવોર્ડ નાઈટમાં રાજકુમાર રાવને ‘શ્રીકાંત’ માટે બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ), મધુબંતી બાગચીને ‘આજ કી રાત’ (સ્ત્રી 2) માટે બેસ્ટ પ્લેબેક સિંગર ફીમેલ, આદિત્ય સુહાસ જાંભલે અને કુણાલ ખેમુને બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર, લક્ષ્યને ‘કિલ’ માટે બેસ્ટ ડેબ્યુ એક્ટર મેલ, અને આદિત્ય ધર-મોનાલ ઠાકરને ‘આર્ટિકલ 370’ માટે બેસ્ટ સ્ટોરીના પુરસ્કાર મળ્યા. આ સમારોહે બોલીવુડની વિવિધતા અને પ્રતિભાને ઉજાગર કરી છે.

અભિષેક બચ્ચનને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ
અભિષેક બચ્ચન માટે આ એવોર્ડ વિશેષ છે, કારણ કે તેમને 25 વર્ષના કરિયરમાં પહેલી વખત બેસ્ટ એક્ટરનો પુરસ્કાર મળ્યો છે. ‘આય વાન્ટ ટુ ટોક’ ફિલ્મમાં તેમની અભિનયની લોકોને દિલ જીતી લીધા હતા. તેના માટે આ મોમેટ ઈમોશનલ બની ગઈ હતી. આ જીત તેની મહેનત અને ધીરજનું પ્રતીક છે, જે બોલીવુડમાં નવા કલાકારોને પ્રેરણા આપે છે.

આ પણ વાંચો…Filmfare 2025: શાહરૂખ ખાને પડતાં પડતાં બચાવી લીધી આ બી-ટાઉન એક્ટ્રેસને, યુઝર્સે કહ્યું એટલે જ તે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button