બોલીવુડ કરિયરના 25 વર્ષ બાદ આખરે આ એક્ટરને મળ્યો પ્રથમ ફિલ્મ ફેર એવોર્ડ…

અમદાવાદ: એક એવી ચમકતી રાત જ્યાં બોલીવુડના તમામ સીતાર અમદાવાદની જમીન પર ઉતર્યા હતા. 70માં ફિલ્મફેર એવોર્ડમાં મોટા સિતારાએ પોતાના ગ્લેમરસથી ધામકેદાર તડકો માર્યો હતો. આ એવોર્ડ નાઈટમાં ઘણી ફિલ્મ, એક્ટરોને એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ તમામ એક એવા કલાકારનું નામ પણ સામેલ છે.
જે 25 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તેમણે આખરે પોતાના કરિયરનો પ્રથમ ફિલ્મફેર બેસ્ટ એક્ટર અવોર્ડ જીતી લીધો છે. આ જીત તેમના માટે માત્ર એક પુરસ્કાર નથી, પરંતુ લાંબા સમયની સફરનું જશ્ન છે.
ગુજરાતના અમદાવાદમાં યોજાયેલા ફિલ્મફેર અવોર્ડ્સ 2025માં અભિષેક બચ્ચનને તેમની ફિલ્મ ‘આય વાન્ટ ટુ ટોક’ માટે બેસ્ટ એક્ટરનો પુરસ્કાર મળ્યો. આ કેટેગરીમાં કાર્તિક આર્યન પણ તેમની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ માટે વિજેતા બન્યા હતા. આ જીત બચ્ચન પરિવાર માટે ખાસ ભાવુક સાબિત થઈ, કારણ કે અભિષેકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હોવા છતાં આ પહેલી વખત આટલુ મોટું સન્માન મેળવ્યું છે.
સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયોમાં અભિષેકનું નામ જાહેર થતાં જ તેઓ માતા જયા બચ્ચન, બહેન શ્વેતા બચ્ચન અને ભાણી નવ્યા નવેલીને ગળે લગાવતા જોવા મળે છે. કાર્તિક આર્યન પણ તેમને અભિનંદન આપીને ગળે મળ્યા. આ ક્ષણે તેમની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન, દીકરી આરાધ્યા અને પિતા અમિતાભ બચ્ચન નજરે ન પડ્યા, પરંતુ આ જીતની ખુશી સમગ્ર પરિવારમાં ફેલાઈ ગઈ.
ફિલ્મફેરમાં અભિષેકે પર્ફોર્મન્સ કર્યું હતું, જેમાં તેણે માતા જયા બચ્ચન સાથે પણ ડાન્સ કર્યો, અને તેના યોગદાન બિરદાવ્યું હતું. આ પર્ફોર્મન્સે દર્શકોને ભાવુક કરી દીધા અને તેના કરિયરની લાંબી સફરને યાદ કરાવી.
આ રાતેમાં આલિયા ભટ્ટે તેની ફિલ્મ ‘જિગરા’ માટે બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર જીત્યો, જોકે તે ત્યાં હાજર ન હતી. કિરણ રાવના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’એ કુલ 14 અવોર્ડ્સ જીતીને સૌથી વધુ એવોર્ડ જીતનારી ફિલ્મ બની ગઈ હતી.
આ પણ વાંચો…Jaya Bachchan અને Abhishek Bachchan એવોર્ડ ફંક્શનમાં બિઝી હતા અને ઐશ્વર્યાએ કર્યું કંઈક એવું કે…