મનોરંજન

બીબીસીએ રિલીઝ કરી સિદ્ધુ મૂસેવાલાની ડૉક્યુમેન્ટ્રી, પિતા બલકૌર સિંહે કેમ વાંધો ઉઠાવ્યો?

પંજાબ: આજે પ્રખ્યાત પંજાબી ગાયક અને રેપર સિદ્ઘુ મૂસેવાલાનો 32મો જન્મદિવસ છે. જોકે ત્રણ વર્ષ પહેલા ગેંગસ્ટરની એક ટોળકી દ્વારા સિદ્ઘુ મૂસેવાલા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં તેને 30 ગોળીઓ વાગી હતી. જેથી તેનું મોત નિપજ્યું હતું.જેનાથી તેના પરિવારજનો અને ચાહકોને આઘાત લાગ્યો હતો. પોતાના ગીતો દ્વારા સિદ્ઘુ મૂસેવાલા અમર થઈ ગયો છે. જોકે બીબીસી વર્લ્ડ સર્વિસ દ્વારા તેના પર બે ભાગમાં એક ડૉક્યુમેન્ટ્રી પણ બનાવવામાં આવી છે. જેને આજે રિલીઝ કરવામાં આવી છે. જેની સામે સિદ્ધુ મૂસેવાલાના પિતાએ વાંધો ઉઠાવ્યો છે અને ન્યાયાલયના દ્વાર ખખડાવ્યા છે.

સિદ્ઘુ મૂસેવાલાની ડૉક્યુમેન્ટરીથી પિતા નારાજ

સિદ્ઘુ મૂસેવાલાના 32માં જન્મદિવસ 11 જૂન 2025ના રોજ બીબીસી વર્લ્ડ સર્વિસ દ્વારા તેની યુટ્યુબ ચેનલ પર સિદ્ઘુ મૂસેવાલાની ડૉક્યુમેન્ટ્રી રિલીઝ કરી છે. પરંતુ સિદ્ઘુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહ તેને રિલીઝ થવા દેવા ઈચ્છતા ન હતા. જેને લઈને તેમણે પંજાબની મનસા ન્યાયાલયમાં ડૉક્યુમેન્ટ્રીની રિલીઝ અટકાવવા માટે અરજી દાખલ કરી હતી. આ અરજી પર ન્યાયાલય દ્વારા 12 જૂનના રોજ સુનાવણી થવાની હતી. જ્યારે બીબીસી વર્લ્ડ સર્વિસે સુનાવણી પહેલા જ તેને રિલીઝ કરી દીધી છે. જેથી તેઓની લાગણીને દુભાઈ છે. તેમનું માનવું છે કે આ ડૉક્યુમેન્ટ્રીથી અશાંતિનું વાતાવરણ ઊભું થઈ શકે છે.

સિદ્ઘુ મૂસેવાલાની ડૉક્યુમેન્ટરીમાં શું બતાવાયું છે?

‘ઇન્વેસ્ટિગેટિવ ડૉક્યુમેન્ટરી ઓન સિદ્ધુ મૂસેવાલા’ના ટાઈટલ હેઠળ બે ભાગમાં સિંદ્ધુ મૂસેવાલાની ડૉક્યુમેન્ટરી રિલીઝ કરવામાં આવી છે. જેમાં તેના જૂના મિત્રો, પત્રકારો અને દિલ્હી તથા પંજાબના પોલીસ અધિકારીઓના ઈન્ટરવ્યું દર્શાવવામાં આવ્યા છે. આ સિવાય ડૉક્યુમેન્ટ્રીમાં ગેંગસ્ટર ગોલ્ડી બરાડનું ઓડિયો ઈન્ટરવ્યું પણ છે. ગોલ્ડી બરાડ પર સિંદ્ધુ મૂસેવાલાની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બે ભાગમાં બનેલી આ ડૉક્યુમેન્ટ્રીમાં સિદ્ઘુ મૂસેવાલાનું ગાયક તરીકેનું જીવન, તેની લોકચાહના તથા વિવાદો અને હત્યા પણ દર્શાવવામાં આવી છે. 11 જૂનના રોજ સિદ્ઘુ મૂસેવાલાની આ ડૉક્યુમેન્ટ્રીનું મુંબઈના એક સિનેમાઘરમાં પ્રીમિયર થવાનું હતું, પરંતુ તેના પરિવારજનોની નારાજગીને કારણે બીબીસી વર્લ્ડ સર્વિસ દ્વારા તેને યુટ્યુબ પર સ્ટ્રીમ કરવાનો નિર્ણય લીધો હતો.

સિદ્ઘુ મૂસેવાલાના ગીતોની એપ લોન્ચ થઈ

ઉલ્લેખનીય છે કે, સિદ્ઘુ મૂસેવાલાના પરિવાર દ્વારા આજે એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં તેના એવા નવા ગીતો પણ સાંભળવા મળશે જે પહેલા રિલીઝ થયા નથી. આ તમામ ગીતોએ ગણતરીની મિનિટોમાં લાખો વ્યુ મેળવી લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button