મનોરંજન

ફરહાન અખ્તર સ્ટારર ‘120 બહાદુર’ રિલીઝ: બહાદુર જવાન પર બનેલી આ ફિલ્મ હિટ થશે કે ફ્લોપ?

મુંબઈ: ભારત-ચીન સંઘર્ષ પર આધારિત ફિલ્મ ‘120 બહાદુર’ આજે રિલીઝ થઈ ચૂકી છે, જે 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન રેઝાંગલાની ઐતિહાસિક લડાઈની ગાથા રજૂ કરે છે. ફરહાન અખ્તર આ બહાદુર ટુકડીના નેતા મેજર શૈતાન સિંહની ભૂમિકા ભજવે છે.

‘120 બહાદુર’નું ટ્રેલર સ્ટ્રોંગ પ્રોડક્શન વેલ્યુ અને ફરહાન અખ્તર જેવા અભિનેતાની હાજરીને કારણે આકર્ષક લાગે છે, પરંતુ ભૂતકાળમાં ભારત-ચીનના યુદ્ધ પર આધારિત ફિલ્મોને બોક્સઓફિસ પર ખાસ પ્રતિસાદ મળ્યો નથી.

આપણ વાચો: India-China border પર સશસ્ત્ર સંઘર્ષનું જોખમ, ચીન વિશ્વશાંતિ માટે ખતરારૂપ: યુએસ અહેવાલમાં મોટો દાવો

રેઝાંગલાની બહાદુરીની ગાથા

‘120 બહાદુર’ ફિલ્મ રેઝાંગલા યુદ્ધ પર આધારિત છે, જ્યાં ભારતીય સેનાના માત્ર 120 સૈનિકોએ 3,000થી વધુ ચીની સૈનિકોનો સામનો કર્યો હતો. સંસાધનોની અછત હોવા છતાં, આ ટુકડી “છેલ્લી ગોળી અને છેલ્લા માણસ સુધી” લડ્યું હતું, જેમાં ફક્ત છ સૈનિકો જ જીવતા બચ્યા હતા.

આપણ વાચો: કવર સ્ટોરીઃ રીક ટ્રોઇકા શું છે ને તે ભારત માટે શા માટે મહત્ત્વપૂર્ણ છે?ટ્રમ્પ કેમ ફફડે છે રીક ટ્રોઇકાથી…

ભારત-ચીન યુદ્ધ પર બનેલી ફિલ્મોનો ઇતિહાસ

1962માં ભારત-ચીન વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યારથી લઈને અત્યારસુધી આ યુદ્ધને લઈને કુલ 8 ફિલ્મો બની ગઈ છે. ‘120 બહાદુર’ આ શ્રેણીની આઠમી ફિલ્મ છે. 1962 યુદ્ધ પૂરૂ થયા પછી તરત જ તમિલ ભાષામાં ‘રાથા થિલાગમ’ (1963) ફિલ્મ બની હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

ત્યાર બાદ 1964માં બોલિવૂડમાં ‘હકીકત’ ફિલ્મ બની હતી. જે હિટ રહી હતી. 1970માં આવેલી દેવાનંદની ફિલ્મ ‘પ્રેમ પૂજારી’માં પણ ભારત-ચીનનું યુદ્ધ બતાવવામાં આવ્યું હતું. આમ, 60ના દાયકામાં ભારત-ચીનના યુદ્ધ પર આધારિત 3 ફિલ્મો બની હતી. જે પૈકીની એક જ ફિલ્મ હિટ રહી હતી.

21મી સદીમાં ભારત-ચીનના યુદ્ધ પર આધારિત 4 ફિલ્મો બની છે. 2017માં આવેલી સલમાન ખાનની ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ ભારત-ચીનના યુદ્ધની પૃષ્ઠભૂમિ દર્શાવાઈ હતી. જોકે આ ફિલ્મને ખાસ સફળતા મળી ન હતી. ત્યારબાદ 1967માં થયેલા ભારત-ચીન યુદ્ધ પર આધારિત ‘પલટન’ ફિલ્મ બની હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

1962માં થયેલા ભારત-ચીનના યુદ્ધના બહાદૂર જવાનો પર પણ બે બાયોપિક પણ બની છે. ’72 અવર્સ'(2019) જસવંતસિંહ રાવત પર બનેલી બાયોપિક છે. ‘સુબેદાર જોગિંદર સિંહ'(2018) સુબેદાર જોગિંદર સિંહ પર બનેલી ફિલ્મ છે. જોકે આ બંને ફિલ્મોને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, ‘120 બહાદુર’ ફિલ્મ આજે થિએટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. પરંતુ તેના એડવાન્સ બુકિંગમાં અન્ય ફિલ્મો જેટલો ઉત્સાહ જોવા મળ્યો નથી. જેથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરશે, તે અંગે ફિલ્મી સૂત્રો ચિંતા સેવી રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button