મનોરંજન

પાંચ વખત નમાઝ પડવા કરતાં તો સારું છે કે… જાણો કોણે આપ્યું આવું ચોંકાવનારું નિવેદન?

કોરિયોગ્રાફર ફરાહ ખાન (Farah Khan) પોતાની ફિલ્મો કે યુટ્યૂબ ચેનલ પરના કૂકિંગ બ્લોગથી ધમાલ મચાવે છે. જોકે, આ બધા વચ્ચે ફરાહ ખાન પોતાના બેબાક વિચારો અને નિવેદનોને કારણે પણ ચર્ચામાં આવે જ છે.

પહેલાં હોળી પર આપેલા નિવેદનને કારણે ફરાહ ખાને વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો અને હવે ફરી એક વખત ફરાહ ખાને ફેન દ્વારા પૂછવામાં આવેલા નમાઝ અંગેના સવાલના જવાબમાં કંઈક એવું કહ્યું હતું કે જેને કારણે ફરી વિવાદ છેડાવવાની પૂરેપૂરી શક્યતા છે. આવો જોઈએ આખરે એવું તે શું કહ્યું ફરાહ ખાને-

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક ફેને ફરાહ ખાનને સવાલ કર્યો હતો કે શું તમે ભગવાનમાં વિશ્વાસ કરો છો? શું તમે રમઝાનમાં રોઝા રાખો છો, નમાઢ પઢો છો? મને લાગે છે કે તમારે આ બધું નહીં કરતાં હોવ જેવું કે લકી અલી કરે છે.

આપણ વાંચો: છપરી લોકોનો તહેવાર છે હોળી, ફરાહ ખાનની કમેન્ટ પર ભડક્યા યુઝર્સ

તેઓ પાંચ વખત નમાઝ પડે છે. હું આ બધું એટલા માટે પૂછી રહ્યું છે કારણ કે આપણા બાકીના મુસ્લિમ સેલેબ્સ શાહરુખ, આમિર અને સલમાન પોતાના ધર્મને લઈને ખૂબ જ નિષ્ઠા ધરાવે છે. કારણ કે હું યુએસમાં છું અને મને લાગે છે તેઓ નથી કરતા.

શબાના નામની ફેનના આ સવાલનો જવાબ આપતા કોરિયોગ્રાફર ફરાહ ખાને લખ્યું કે ડિયર શબાના હું નમાઝ નથી પઢતી, પણ હું રોઝા રાખું છું. આ સિવાય હું મારી કમાણીનો કેટલોક હિસ્સો દાનમાં પણ આપું છું, જે જકાત છે.

આ સાથે હું લોકો સાથે હંમેશા સારો વ્યવહાર કરું છું. ઈમાનદાર અને ખૂબ જ મહેનત કરું છું. મને લાગે છે કે દિવસમાં પાંચ વખત નમાઝ પઢવા કરતાં હું જે કરું છું એ સારું છે.

આપણ વાંચો: શાહરૂખ ખાન મન્નત છોડે છે, પણ…

ફરાહ ખાને પોતાના જવાબમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે ડિયર શબાના કોઈને તમારાથી પ્રોબ્લેમ હશે પણ એની ચિંતા કરવાની જરૂર નથી. બાકી સ્ટાર્સની વાત કરીએ તો શાહરુખ દિલનો ખૂબ જ સારો છે અને તે પણ સારું એવું દાન કરે છે, લોકોની મદદ કરે છે. પછી તેઓ ઈન્ડસ્ટ્રીના હોય કે ઈન્ડસ્ટ્રીની બહારના લોકો.

તબ્બુ પણ મારી ખૂબ જ સારી મિત્ર છે. તે રોઝ નમાઝ પઢે છે અને હું ખાતરી સાથે કહી શકું છું કે જો તે નમાઝ ના પણ પઢતી હોય તો પણ તે સારી વ્યક્તિ છે. હું સલમાન ખાન વિશે નથી જાણતી, પણ એના વિશે એટલું ચોક્કસ જાણું છું કે તે એક સારો વ્યક્તિ છે અને લોકોની ખૂબ જ મદદ કરે છે. મને લાગે છે કે જિંદગીમાં આ બધું જરૂરી હોય છે નહીં કે ધર્મ…

જોઈએ હવે ફરાહ ખાનનું આ નવું નિવેદન કેવો અને કેટલો વિવાદ છંછેડે છે? હોળીવાળા નિવેદન પર લોકોએ ખૂબ જ હોબાળો મચાવ્યો હતો અને હવે નમાઝ અને ધર્મને લઈને ફરાહ ખાને કહેલી વાત ક્યાં સુધી જાય છે…07:52 PM

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button