જાણીતી અભિનેત્રી આરતી સિંહે કર્યું લીપલોક, તસવીરો વાઈરલ
મુંબઈ: અભિનેતા ગોવિંદાની ભાણેજ આરતી સિંહના 25 એપ્રિલે લગ્ન થવાના છે ત્યારે લગ્ન પહેલા ટીવી અભિનેત્રી આરતી સિંહે તેના હલ્દી ફંક્શનની તસવીરો અને વીડિયો તેણે પોસ્ટ કરી છે. આરતીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના ભાઈ કૃષ્ણા અભિષેક, પરિવાર અને તેના બોયફ્રેન્ડ દીપક ચૌહાણ સાથે ડાન્સ કરીને ખૂબ જ મજા કરતી જોવા મળી હતી.
આરતી સિંહે તેના લગ્નની જોરદાર તૈયારીઓ કરી છે. હાલમાં ભરતીની પીઠીની રસ્મોની શરૂઆત થઈ છે. આ દરમિયાન તેણે ઢોલના અવાજ પર ગ્રાન્ડ એન્ટ્રી લીધી હોવાનો એક વીડિયો શેર કર્યો હતો. આ સાથે આરતીના માતા પિતાએ પણ દીકરી પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો હતો તેમ જ આરતીના ભાઈ કૃષ્ણા અને ભાભી કાશ્મીરાએ તેને પહેલી પીઠી લગાવી હતી.
હલ્દી ફંક્શનમાં આરતી થોડી ઈમોશનલ થઈ ગઈ હતી તેમ જ તેણે ભાઈ કૃષ્ણા અભિષેક સાથે પણ ખૂબ મસ્તી કરીને ઉજવણી કરી હતી. આ સાથે વીડિયોમાં આરતી અને તેના થનારા પતિ દીપક ચૌહાણ પર ફૂલોનો વરસાદ કર્યો હતો, આ દરમિયાન આરતી અને દીપકે લિપકિસ પણ કરી હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.
લગ્નને લઈને આરતી ખૂબ જ એક્સાઈટેડ છે. આરતીએ હલ્દી ફંક્શનમાં યલો અને ગ્રીન ડ્રેસ પહેર્યો હતો. જોકે આરતીના હલ્દી ફંક્શનમાં તેના મામા અભિનેતા ગોવિંદા આવ્યા નહોતા. કૃષ્ણા અને ગોવિંદાના પરિવાર વચ્ચે અનેક સમયથી વિવાદ ચાલી રહ્યા છે જેને લીધે ગોવિંદા આરતીના લગ્નમાં પણ નહીં આવે એવું લાગી રહ્યું છે.