Bollywood: આ સિન કરતા પહેલા બહાદુર શબાના આઝમી પણ રડી પડ્યા હતા
અભિનેત્રી શબાના આઝમી (Shabana Azami) બોલીવૂડના રસિયાઓ માટે જાણીતું અને માનીતું નામ છે. તાજેતરમાં અભિનેત્રીએ શશિ કપૂર (Shashi Kapoor)સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. શબાનાએ કહ્યું કે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન શશિએ તેને ‘સેન્સલેસ ગર્લ’ પણ કહી હતી.
શબાનાએ કહ્યું કે અમે ફકીરાનું શૂટિંગ કરી રહ્યા હતા અને ગીત હતું દિલ મેં તુઝે બીઠાકે… હું તેમના આવ્યા પહેલા સેટ પર પહોંચી ગઈ હતી અને સત્યનારાયણ જી કોરિયોગ્રાફી કરી રહ્યા હતા. તેમના મુવ્સ બહુ ઉત્તેજનાવાળા હતા. હું ત્યારે ગભરાયેલી હતી અને તે સિન કરવા માગતી ન હતી.
હું ફરી અંદર ગઈ. મેં હેરડ્રેસરને કહ્યું કે હું આ શોટ્સ નહીં કરી શકું. અને હું રડવા લાગી. ત્યારે મેં જોયું કે કોઈ દરવાજા પર હતું, શશિ કપૂર આવી ગયા હતા. આવતા જ તેણે પૂછ્યું કે તને શું થયું છે. તો મેં કહ્યું કે હું આ સીન નહીં કરી શકું. તો તેણે કહ્યું કે જ્યારે તું અભિનેત્રી બની ત્યારે તને આ વાતનો ખ્યાલ ન હતો જ્યારે તેં તારી માતાને કહ્યું કે તું અભિનેત્રી બનવા માંગે છે. મૂર્ખ છોકરી અને આટલું કહીને તે ચાલ્યા ગયા. મેં હેરડ્રેસરને કહ્યું કે આ માણસ કેટલો મતલબી છે. પછી હું જ્યારે બહાર ગઈ ત્યારે મને ખબર પડી કે તેમણે મુવ્સ બદલાવી નાખ્યા હતા. ત્યારે મને અહેસાસ થયો કે તેઓ કેટલા સંવેદનશીલ હતા.