મનોરંજન

અલવિદા ‘હી-મેન’: ધર્મેન્દ્ર ઈચ્છતા નહોતા કે તે ફિલ્મોમાં આવે છતાં ઈચ્છા વિરુદ્ધ એશાએ કામ કર્યું…

નવી દિલ્હી: અભિનેતા ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે પંજાબી અને રૂઢિચુસ્ત વિચારસરણીના કારણે તેના પિતા ઈચ્છતા નહોતા કે તે ફિલ્મોમાં આવે, પણ તેણે માતા હેમા માલિનીને જોઈને ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું.

‘હું ફિલ્મોમાં કામ કરું એ માટે પિતાની અનિચ્છા હતી અને તેઓ મને પરણાવી ઠરીઠામ કરવા ઉત્સુક હતા એમ ધર્મેન્દ્ર અને હેમા માલિનીની અને હિન્દી ફિલ્મોની અભિનેત્રી એશા દેઓલે એક વખત જણાવ્યું હતું.

આપણ વાચો: એશા દેઓલે અમીષા પટેલનો રોલ છીનવી લીધો? અમીષાના આરોપનો એશાએ આપ્યો આ જવાબ…

‘કોઈ મેરે દિલ સે પૂછો’ માટે ‘બેસ્ટ ફિમેલ ડેબ્યુ’નો ફિલ્મફેર એવોર્ડ મેળવનારી એશાએ 2024માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘હું ફિલ્મોમાં કામ કરું એ પિતાશ્રી નહોતા ઈચ્છતા. તેઓ પંજાબી હતા અને રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતા હતા.

એમનો ઉછેર ચોક્કસ વાતાવરણમાં થયો હોવાથી તેઓ 18 વર્ષની ઉંમરે પરણાવી દેવા માગતા હતા. તેમના પરિવારમાં આ જ રીત જોવા મળતી હતી. પણ મેં મારી મમ્મી (હેમા માલિની)ને રૂપેરી પડદા પર અભિનય કરતી જોયા પછી મને પણ એવું જ કંઈક કરવાના અભરખા જાગ્યા હતા.’

આપણ વાચો: છૂટાછેડા પછી એશા દેઓલ જાહેરમાં પૂર્વ પતિ સાથે જોવા મળી, લોકોએ ચોંકાવનારી આપી પ્રતિક્રિયા

ફિલ્મમાં કામ કરવા પિતાશ્રીને મનાવવા આસાન નહોતું એનો ઉલ્લેખ કરી એશાએ જણાવ્યું હતું કે ‘તેમને મનાવવા આસાન નહોતા. બહુ સમય લાગ્યો, તે સરળ ન હતું, પરંતુ આજે પરિસ્થિતિ એકદમ જુદી છે.

એશા અને ધર્મેન્દ્રએ 2011માં હેમા માલિની દિગ્દર્શિત ફિલ્મ ‘ટેલ મી ઓ ખુદા’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં દિવંગત સ્ટાર્સ વિનોદ ખન્ના અને ઋષિ કપૂર અને ફારૂક શેખ પણ હતા.
(પીટીઆઈ)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button