Salman Khanને કારણે સિન્હા પરિવારના ‘રામાયણ’માં સર્જાઈ મહાભારત?
હેડિંગ વાંચીને તમે ચોક્કસ જ ગૂંચવાઈ ગયા હશો કે આખરે આ બધું છે શું? દરરોજ સવાર પડેને બોલીવૂડ એક્ટ્રેસ અને દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha) અને ઝાહિર ઈકબાલ (Zahir Iqbal)ના વિવાદાસ્પદ લગ્નને લઈને નવા નવા અપડેટ્સ આવતા જ હોય છે.
હવે આ લગ્નને લઈને એક ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે અને કહેવાઈ રહ્યું છે કે સિન્હા પરિવારમાં બોલીવૂડના સુપર સ્ટાર અને ભાઈજાન સલમાન ખાનના (Bollywood Superstar Salman Khan)ને કારણે જ મહાભારત સર્જાઈ છે. ચાલો તમને જણાવીએ આખી ઈનસાઈડ સ્ટોરી શું છે એ- વાત જાણે એમ છે કે સોનાક્ષી સિન્હાનો બોયફ્રેન્ડ ઝાહિર ઈકબાલ સલમાન ખાનની ખૂબ જ નજીક છે અને એટલું જ નહીં પણ ઝાહિરના પિતાના પણ સલમાન સાથે ખૂબ જ સારા સંબંધો છે.
થોડાક સમય પહેલાં જ એવા મીડિયા રિપોર્ટ્સ પણ આવ્યા હતા જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સોનાક્ષી અને ઝાહિર બંને સલમાન ખાનની જ પાર્ટીમાં એકબીજાને પહેલી વખત મળ્યા હતા અને બંને એકબીજાની નજીક આવ્યા હતા.
આ સિવાય અનેક અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે સોનાક્ષી સિન્હા મુસ્લિમ પરિવારમાં લગ્ન કરી રહી છે જેને કારણે સિન્હા પરિવાર ખાસ કંઈ ખુશ નથી અને એને કારણે જ શત્રુઘ્ન સિન્હાના બંગલો રામાયણમાં મહાભારત છેડાઈ ગઈ છે. આ મહાભારત છેડાવવાનું કારણ પણ સલમાન ખાન હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
આ પણ વાંચો: Sonakshi Sinhaના લગ્ન પહેલાં જ મમ્મીએ પૂનમે લીધું આ મોટું પગલું…
સોશિયલ મીડિયા પર તો એવું પણ એવું કહેવાઈ રહ્યું છે કે સોનાક્ષી સિન્હાના ભાઈ લવ અને માતા પૂનમ સિન્હાએ અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે. જોકે, આ બાબતે કોઈ ચોક્કસ પૂરાવા નથી મળ્યા કે આ લગ્નના સમાચાર આવ્યા એ પહેલાં બંને જણ સોનાક્ષીને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરતાં હતા કે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે 23મી જૂનના લગ્ન (Sonakshi Sinha Weds Zahir Iqbal On 23rd June) કરવાનો નિર્ણય લીધો છે અને લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ફેન્સ ખૂબ જ આતુરતાપૂર્વક આ લગ્ન સંપન્ન થાય એની રાહ જોઈ રહ્યા છે. આજે એટલે કે 20મી જૂનના સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની હલ્દી સેરેમની છે અને આ સેરેમની સોનાક્ષીના ઘરે થશે, એવી માહિતી સામે આવી રહી છે. આ કાર્યક્રમમાં માત્ર 50 લોકો જ હાજર રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે લગ્ન પહેલા તેમના મિત્રો સાથે બેચલરેટ પાર્ટીનો આનંદ માણ્યો હતો. આ પાર્ટીમાં બંનેએ ખૂબ જ ધમાલ મચાવી હતી, જેના ફોટો પણ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયા હતા