મનોરંજન

આ પૉસ્ટ જોયા પછી તમને લાગે છે કે બીગ બીને રાષ્ટ્રપતિ પદે બેસાડવા જોઈએ?

બોલીવૂડના સુપરસ્ટાર અને સદીના મહાનાયક તરીકે અમિતાભ બચ્ચને જે નામના મેળવી છે અને પ્રેમ સાથે સન્માન મેળવ્યું છે તે જોતા તેમને દેશના રાષ્ટ્રપતિપદે બેસાડવાની વાત અગાઉ પણ થઈ છે.

તેઓ માત્ર અભિનય ક્ષેત્રના રાજા નહીં, પરંતુ બુદ્ધિમત્તા અને સતત નવું શિખતા વ્યક્તિ તરીકે પણ જાણીતા અને માનીતા છે. 82 વર્ષની ઉંમરે તેઓ ટકનોસેવી છે અને એક્ટિવ રહી કામ કરી રહ્યા છે અને હજુપણ લોકો વચ્ચે એક ઝિંદાદિલ માણસ તરીકે પ્રિય છે.

તેમને દેશના સર્વોચ્ચ પદ પર બેસાડવાનો વિચાર ફરી એક નેટિઝને આપ્યો છે. વાસ્તવમાં બન્યું છે એમ કે બચ્ચને અડધી રાત્રે 3 વાગ્યે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ સાથે એક સુંદર તસવીર તેમણે મૂકી છે.

આપણ વાંચો: અમિતાભ બચ્ચને માત્ર એક રૂપિયામાં કરી હતી ‘મોહબ્બતેં’…

તેમણે લખ્યું છે એક હિન્દુ, એક પારસી, એક મુસ્લિમ અને એક શિખ 2024માં મૃત્યુ પામ્યા છે અને આખો દેશ દુઃખી છે અને તેમને માત્ર એક ભારતીય તરીકે યાદ કરી રહ્યો છે. આ સાથે તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, તબલાવાદક ઝાકીર હુસૈન, ઉદ્યોગપતિ રતન ટાટા અને ફિલ્મ દિગ્દર્શક શ્યામ બેનેગલની તસવીરો સાથેની ઈમેજ મૂકી છે.

નવા વર્ષના ત્રીજા દિવસે તેમણે કરેલી આ ઈન્સ્ટાપોસ્ટ ખૂબ વાયરલ થઈ છે. તેમનો આ વિચાર અને ભારતીય ઐક્યનો ખૂબ જ સૂચક સંદેશ લોકોના હૃદયને સ્પર્શી રહ્યો છે. તેમણે આ ચારેયને સ્વર્ગમાં પણ પોતાના કામ કરતા બતાવ્યા છે. સતીશ નામના કાર્ટુનિસ્ટનો ફોટો છે જે તેમણે શેર કર્યો છે.

તેમની આ પૉસ્ટ પર નેટિઝન્સ પ્રશંસાના પુષ્પો વરસાવી રહ્યા છે અને એક યુઝરે તો લખી નાખ્યું છે કે આપના વિચારોથી ખૂબ પ્રભાવિત થયો છું અને ઈચ્છા રાખું છું કે તમે ભારતના રાષ્ટ્રપતિ બનો. આપના આરોગ્ય અને આનંદમય જીવનની કામના કરું છું. તો બીજાએ લખ્યું છે કે ભારતની અસલી સમૃદ્ધિ તો તેમની બધાને સમાવી લેવાની પરંપરામાં છે, બાકી બધુ રાજનીતિ છે. એક યુઝરે લખ્યું છે કે અડધી રાત્રે અમિતાભજી શું વિચારી રહ્યા છે.

આપણ વાંચો: અમિતાભ બચ્ચને કેમ કહ્યું કે I am feeling helpless

દેશના રાષ્ટ્રપતિપદે બુદ્ધિશાળી, સર્વસમાવેશક અને દેશને નવી દિશા આપે, સૌને બાંધી રાખે તેવો ચહેરો હોય છે, જોકે આ આખી એક પ્રક્રિયા અને બંધારણીય વિષય છે, પરંતુ લોકો બચ્ચનથી આજે પણ એટલા પ્રભાવિત છે કે તેમને દેશનું સર્વોચ્ચ પદ મળે તેવી કામના કરે છે.

આપનું આ વિશે શું માનવાનું છે અમે ચોક્કસ કમેન્ટ બૉક્સમાં લખી જણાવશો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button