દિશા અને ટાઈગરના બ્રેક-અપનું પેચ-અપ થઈ ગયું, સત્ય જાણી લો?

મુંબઈઃ બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ને લઈ લોકોમાં ચર્ચાઓનું બજાર ગરમ છે. લોકો એક જોરદાર એકશન જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાથે જ ફેન્સના એક્સાઈટમેન્ટને બનાવી રાખતા મેકર્સે 26 માર્ચે ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે, જેમાં બન્ને સ્ટારની એક્શને લોકોનું દિલ જીતી લીધું હતું.
ફિલ્મના ટ્રેલરના લોન્ચિંગ વખતે કંઈક એવું બન્યું જેની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. જી હા, સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે, જ્યાં અક્ષય કુમારે દિશા પટની અને ટાઈગર શ્રોફના પેચ-અપને લઈને અનેક સવાલો ઊભા કર્યાં છે. બંને લાંબા સમય સુધી રિલેશનમાં હતા, ત્યારબાદ બંને અલગ પડી ગયા હતા. આમ છતાં દિશા પટની તો તેના ફેમિલી સાથે અચૂક જોવા મળતી હોય છે, પરંતુ તાજેતરમાં હોળીના સેલિબ્રેશનમાં દિશા અને ટાઈગર સાથે જોવા મળતા નવા સવાલ ઊભા થયા છે.
વાઈરલ વીડિયોમાં અક્ષય કુમારને ટાઈગર માટે એક સલાહ આપવા માટે કહેવામાં આવે છે. તેના પર સુપરસ્ટાર કહે છે કે હું ટાઈગરને એક જ વાત કહીશ કે હંમેશાં એક જ દિશામાં રહે છે. આવું બોલતાની સાથે જ તમામ હાજર લોકોના મોંઢા પર હાસ્ય રેલાઈ ગયું હતું.
ટાઈગર શ્રોફ પણ હસી પડે છે ત્યારબાદ અક્ષય તેને ભેટી જાય છે. આ વીડિયોએ ફેન્સના મનમાં એક કટાક્ષ કર્યો છે અને ચતુર ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે ટાઈગર અને દિશા વચ્ચે પેચઅપ થઈ ગયું છે.

સોશ્યલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો પર જાણે કમેન્ટનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. એક યુઝરે લખ્યું હતું લાગે છે બંને પેચઅપ થઈ ગયું છે તો બીજો એક યુઝરે લખ્યું હતું કે હવે ટાઈગર અને દિશાના પણ લગ્ન થશે અને પાક્કું આ વર્ષના અંતે થશે. દિશા અને ટાઈગર બંને વચ્ચે અફેર અને બ્રેક અપના અહેવાલો વચ્ચે આ ફિલ્મને લઈને બંને સંબંધો ચર્ચામાં છે, ત્યારે જોવાનું હવે રહેશે કે આ બંને ક્યાં સુધી નજીક રહેશે.