મનોરંજન

કેન્સર સામે ઝઝૂમી રહેલી દીપિકા કક્કરે શેર કરી ભાવનાત્મક પોસ્ટ, પતિ માટે લૂંટાવ્યો પ્રેમ…

નવી દિલ્હી: દીપિકા કક્કરે પતિ શોએબ ઇબ્રાહિમના જન્મદિવસ પર ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. તેની આ પોસ્ટે ચાહકોના દિલ જીતી લીધા છે. તેણે પોસ્ટમાં પોતાના દિલની વાત કહી અને શોએબના અતૂટ સમર્થન માટે તેનો આભાર માન્યો છે. દીપિકા કક્કર અત્યારે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે અને આ સમય પસાર કરવો તેના માટે સરળ નથી. અભિનેત્રી દીપિકાએ હમણાં જ ગાંઠની સર્જરી કરાવી છે. તેણે એક વીડિયો શેર કરીને ચાહકોને ICU ની બહારનો દ્રશ્ય પણ બતાવ્યું છે.

શોએબ, હું તારા કારણે જ અસ્તિત્વમાં છુંઃ દીપિકા કક્કડ
દીપિકા કક્કડના અત્યારે સમયમાં તેનો પતિ શોએબ ઈબ્રાહિમ તેની સાથે ઊભો છે. જેથી દીપિકાએ ઈન્સ્ટા પર પોસ્ટ કરીને તેના પતિ શોએબને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. ભાવુક પોસ્ટમાં લખ્યું કે, ‘હું એ વ્યક્તિને શુભેચ્ચાઓ આપી રહી છું જેણે મારા જીવનને પ્રકાશથી ભરી દીધું છે. શોએબ, હું તારા કારણે જ અસ્તિત્વમાં છું. તું મારી ઓળખ છે. તેં દરેક સારા અને ખરાબ સમયમાં મને સાથ આપ્યો છે. તેં મારો હાથ પકડ્યો છે. મારે તારી ખૂબ જરૂર છે.

તે મારે એક બાળકની જેમ ખ્યાલ રાખ્યો છેઃ દીપિકા કક્કડ
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા દીપિકાએ ભાવુક શબ્દોમાં પોતાના લાગણીઓ છલકાવી છે. તે અત્યારે આઈસીયુમાં દાખલ હતી ત્યારે તેની સાથે શોએબ ઇબ્રાહિમ હંમેશા રહ્યો છે. દીપિકાએ લખ્યું કે, જ્યારે હું હોસ્પિટલમાં હતા. ત્યારે મેં જોયું છે તું સરખી રીતે ઊંઘ્યો નથી. હું જરા પણ કરવટ લઉ તો તું જાગી જતો હતો. તે મારે એક બાળકની જેમ ખ્યાલ રાખ્યો છે.. જેથી તને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તું મને ફક્ત પ્રેમ જ નહીં, પણ મને શક્તિ આપતી હૂંફ પણ આપે છે. તમે હંમેશા મારી ખુશી અને સલામતીનું ધ્યાન રાખે છે. અલ્લાહ તને દરેક ખુશી આપે. મારી દરેક પ્રાર્થનામાં માત્ર તારા માટે જ હોય છે

તમે બન્ને માત્ર એકબીજા માટે જ બન્યાં છોઃ સોશિયલ મીડિયા
દીપિકાની આ પોસ્ટ પર તેના ચાહકો ખૂબ વખાણી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, તમે બન્ને માત્ર એકબીજા માટે જ બન્યાં છો’. થોડા સમય પહેલા, દીપિકાના પતિ અને ટીવી અભિનેતા શોએબે પોતાના વ્લોગમાં માહિતી આપી હતી કે દીપિકાને સ્ટેજ 2 લીવર કેન્સર છે. તેણીની સર્જરી થઈ છે અને હવે તે ઘરે આરામ કરી રહી છે. હવે તે પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા ચાહકોને દીપિકાના સ્વાસ્થ્ય અપડેટ્સ આપતો રહે છે.

આપણ વાંચો : દીપિકા કક્કડની હેલ્થ અપડેટ આપી શોએબેઃ ફેન્સને પ્રાર્થના કરવા કરી અપીલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button