Deepika Padukoneના આ લેટેસ્ટ ફોટોશૂટના ફોટો જોયા કે? જોશો તો પછી…

મોમ ટુ બી અને બોલીવૂડની મસ્તાની ગર્લ અને ડિમ્પલ ગર્લ દિપીકા પદૂકોણ (Bollywood Actress Deepika Padukone) અવારનવાર તેના પ્રેગ્નન્સી ગ્લોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હવે ફરી એક વખત એક્ટ્રેસે બ્લેક આઉટફિટમાં બેબી બંપ ફ્લોન્ટ કરતાં ફોટો શેર કર્યા છે અને આ ફોટો જોઈને ફેન્સ ધબકારો ચૂકી ગયા હતા.
જોકે, આ પહેલી વખત નથી કે દિપીકાએ બેબી બંપ ફ્લોન્ટ કરતાં ફોટો શેર કર્યા હોય. આ પહેલાં એક્ટ્રેસે આવા ફોટો શેર કર્યા છે, પણ એ સમયે તે ફોટામાં બ્લરી અને મોનોક્રોમ હોવાને કારણે અને તેનો ચહેરો નહોતો દેખાઈ રહ્યો. પરંતુ હવે દિપીકા એકદમ મૂડમાં આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે તેણે તેના ફોટોની એક ખાસ સિરીઝ શેર કરી છે અને આ ફોટોમાં તેણે એકદમ દિલ ખોલીને બેબી બંપ ફ્લોન્ટ કર્યું છે.
19મી જૂનના દિપીકા પદૂકોણ મોનોક્રોમ ફોટો શેર કર્યા છે જેમાં તે તેની આઈકોનિક સ્માઈલ અને ચાર્મિંગ ડિમ્પલ સાથે જોવા મળી રહી છે. આ ફોટોમાં તેણે બ્લેક કલરનો બોડી કોન ડ્રેસ પહેર્યો છે અને તેની સાથે એણે મેસી વેવી હેર સ્ટાઈલ કેરી કરી છે. ફોટોએ તો લોકોના દિલ જીતી જ લીધા છે પણ આ ફોટો સાથે તેણે સરસમજાની કેપ્શન પણ પોસ્ટ કરી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે ઓક ઈનફ નાઉ આઈ એમ હન્ગ્રી…
આ કેપ્શન લખીને દિપીક કદાચ તેના ફેન્સને તેની પ્રેગ્નન્સી ક્રેવિંગ અને ખુશી પ્રદર્શિત કરીને ચિડાવવા માંગી રહી છે એવું લાગે છે. દિપીકાના આ ફોટો પર ફેન્સ એકદમ ખુશી પ્રગટ કરી રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિપીકા પદુકોણની ફિલ્મ કલ્કી 2898 એડી રિલીઝ થવા માટે તૈયાર છે.