મનોરંજન

શું ખાલી પેટ દવા અને ઈન્જેક્શન લેવાથી શેફાલી મોતને ભેટી? પોસ્ટમોર્ટમમાં થશે ખુલાસા

મુંબઈ: ગુજરાતથી સપનાની સવાર લઈ મુંબઈ આવેલી શેફાલી જરીવાલાને કાંટા લગા સોંગથી રાતોરાત ખ્યાતિ મળી હતી. જે બાદ નાના મોટા પડદા પર પોતાની અખોની અદાથી લોકોના દિલોમાં વસી ગઈ હતી. તેનું 27 જૂનના રોજ હાર્ટ એટેકથી અચાનક મૃત્યું થયું છે. ફીટનેસને પ્રાયોરીટી આપનાર શેફાલીનું અચાનક મૃત્યુથી લોકો ચોંકી ગયા. તેને મોતનું સાચું કારણ તો પોસ્ટમોટમ રીપોર્ટમાં જ જાણવા મળવાનું છે. ત્યારે આ વચ્ચે તેના મોતને લઈ અનેક અટકળો કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે શેફાલી એન્ટી-એજિંગ દવાઓ અને ઈન્જેક્શન લેતી હતી, જેનું તેમના નિધન સાથે સંભવિત જોડાણ હોઈ શકે છે. આ ઘટનાએ દવાઓના દુરુપયોગ અંગે ચર્ચા જગાવી છે.

શુક્રવારે રાત્રે 11:15 વાગ્યે શેફાલીના પતિ પરાગ ત્યાગી તેમને અંધેરીની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસને શનિવારે રાત્રે 1 વાગ્યે આ ઘટનાની જાણ થઈ, અને શેફાલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલ મોકલવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે શેફાલીએ તે દિવસે બપોરે એન્ટી-એજિંગ ઈન્જેક્શન લીધું હતું અને રાત્રે નિયમિત દવાઓ પણ લીધી હતી. જ્યારે કેટલાક લોકોના પ્રમાણે તેમના ઘરે પૂજા હોવાથી તેનો ઉપવાસ હતો, ખાલી પેટ દવા ખાવાના લીઘે તેમનું બ્લડ પ્રેસર લો થયું હતું.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શેફાલીનું બ્લડ પ્રેશર અત્યંત નીચું જતાં તેમને ધ્રુજારી આવી, જે બાદ પરિવારજનોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા. અંબોલી પોલીસે શેફાલીના પતિ, માતા-પિતા અને ઘરેલું સહાયક સહિત 10 લોકોના નિવેદનો નોંધ્યા છે. હાલ કોઈ શંકાસ્પદ બાબત સામે આવી નથી, પરંતુ તપાસ ચાલુ છે.

તપાસની પ્રક્રિયા

પોલીસે ફોરેન્સિક નિષ્ણાતો સાથે મળીને શેફાલીના ઘરની તપાસ કરી અને દવાઓ, ઈન્જેક્શન સહિતની વસ્તુઓના નમૂના એકત્ર કર્યા. આ ઘટનાને આકસ્મિક મૃત્યુ તરીકે નોંધવામાં આવી છે, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ ઘટના એન્ટી-એજિંગ દવાઓના ઉપયોગ અને તેના જોખમો અંગે ગંભીર સવાલો ઉભા કરે છે.

આ પણ વાંચો…વાયરલ વીડિયો: પારસ છાબડાએ શેફાલીને આપ્યા હતા મૃત્યુના અણસાર, જન્માક્ષર જોઈ કરી હતી ભવિષ્યવાણી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button