‘ધુરંધર’ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ: આર. માધવનનો અધિકારી જેવો લૂક વાયરલ…

મુંબઈ: અભિનેતા રણવીર સિંહના 40માં જન્મદિવસે તેની નવી ફિલ્મ ‘ધુરંધર’નું ટીઝર આઉટ થયું હતું ત્યાર બાદ ‘ધુરંધર’ ફિલ્મનો ફર્સ્ટ લૂક વીડિયો પણ રિલીઝ થયો હતો. આ વીડિયોમાં ફિલ્મના અન્ય કલાકારો પણ જોવા મળ્યા હતા. આ કલાકારોમાં અર્જુન રામપાલ, અક્ષય ખન્ના અને આર. માધવન તથા અભિનેત્રી સારા અર્જુન જોવા મળ્યા હતા. જોકે, હવે આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં આર. માધવનનો અલગ અંદાજ જોવા મળ્યો છે.
આર. માધવનનો NSAના અધિકારી જેવો લૂક
‘ધુરંધર’ ફિલ્મના મેકર્સે નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. જેમાં આર. માધવનનો નવો લૂક સામે આવ્યો છે. આ પોસ્ટરમાં આર. માધવનનો ડિપ્લોમેટ જેવો અવતાર જોવા મળ્યો છે. પોસ્ટરમાં આર. માધવન પેન્ટ-સૂટમાં જોવા મળ્યો છે. આર. માધવનનો આ લૂક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલથી પ્રેરિત છે, એવું સૂત્રોએ અનુમાન વ્યક્ત કર્યું હતું.
‘ધુરંધર’ ફિલ્મના આ નવા પોસ્ટરને ‘કર્મનો સારથી’ કેપ્શન સાથે રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છે. આ પોસ્ટર જોઈને તેના ચાહકોની આતુરતા વધી ગઈ છે. રણવીર સિંહના ચાહકો હવે ‘ધુરંધર’ ફિલ્મમાં તેના નવા લૂકના પોસ્ટરની રાહ જોઈ રહ્યા છે. જોકે, આ ફિલ્મના પહેલા પોસ્ટરમાં રણવીર સિંહ લાંબાવાળ અને રફ એન્ડ ટફ લૂકમાં જોવા મળ્યો હતો.
અર્જુન રામપાલ બન્યો ફરિશ્તો
ઉલ્લેખનીય છે કે, અગાઉ ‘ધુરંધર’ ફિલ્મના પોસ્ટરમાં અર્જુન રામપાલના પાત્રનું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું હતું. જેમાં અર્જુન રામપાલને ફરિશ્તા તરીકે દર્શાવવામાં આવ્યો હતો. પોસ્ટરમાં અર્જુન રામપાલ નાના વાળ, કાળા ચશ્મા અને લાંબી દાઢીવાળા લૂકમાં જોવા મળ્યો હતો. જોકે, આ ફિલ્મની સ્ટોરી કેવી હશે, તેનો હજુ સુધી કોઈ અંદાજ લગાવી શક્યું નથી. ફિલ્મની સંપૂર્ણ સ્ટોરી 5 ડિસેમ્બરના થિયેટર્સમાં સૌને જાણવા મળશે.
આ પણ વાંચો…ફિલ્મ ‘ધુરંધર’નો ફર્સ્ટ લૂક રિલીઝ: 20 વર્ષ નાની સારા અર્જુન સાથે જમાવશે જોડી…



