રણવીર સિંહની ‘ધુરંધર’ ફિલ્મ રિલીઝ: ફિલ્મના અંતમાં છે એક ટ્વિસ્ટ, જાણો દર્શકોએ શું કહ્યું?

મુંબઈ: કોન્ટ્રોવર્સીનો શિકાર બન્યા બાદ પણ રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ થિએટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ ભારતીય ગુપ્તચર એજન્સીના એક ગુપ્ત ઓપરેશન હેઠળ પાકિસ્તાન ગયેલા એજન્ટ પર આધારિત છે. પહેલા શોમાં ફિલ્મ નિહાળીને આવેલા દર્શકો તેને એક્શન અને ડ્રામાથી ભરપૂર એન્ટરટેઇનિંગ ફિલ્મ તરીકે વખાણી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી કેવી છે, આવો જાણીએ.
ઇન્ટેલિજન્સ એજન્ટ પર આધારિત ફિલ્મ
‘વો (પાકિસ્તાન) ભારત કે ખિલાફ નીંદ મેં ભી સોંચે તો ઉનકે ખ્વાબ મેં હમ પહલે નજર આને ચાહિએ.’ ફિલ્મની શરૂઆત આ ડાયલોગથી થાય છે અને અંત ‘નયા ભારત હૈ, ઘર મેં ઘૂસકર મારેગા’થી થાય છે. ભારતમાં પ્લેન હાઈજેક થવું, 2001માં સંસદમાં ફાયરિંગ, મુંબઈ પર આતંકી હુમલો વગેરે જેવા આતંકવાદી હુમલાને લઈને ભારત ‘ઑપરેશન ધુરંધર’ શરૂ કરે છે. જેના હેઠળ ભારત પાકિસ્તાની અંડરવર્લ્ડ, માફિયા અને ગેંગનો સફાયો કરવા માટે એક એજન્ટને પાકિસ્તાન મોકલે છે. રણવીર સિંહે ભારતીય ઈન્ટેલિજન્સ એજન્ટની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો: ફિલ્મ ‘ધુરંધર’નો ફર્સ્ટ લૂક રિલીઝ: 20 વર્ષ નાની સારા અર્જુન સાથે જમાવશે જોડી…
લાંબા વાળમાં રણવીર સિંહ સુપરફિટ લાગી રહ્યો છે. ઇંટ્રેસ્ટ યાલિનાની ભૂમિકામાં ફિલ્મની હિરોઈન સારા અર્જુન પણ દર્શકોનું પોતાના તરફ ધ્યાન ખેંચી રહી છે. અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલની એક્ટિંગ પણ મહત્ત્વની છે. એક્શનથી ભરપૂર ફિલ્મમાં હિંસક સીન તમને વિચલિત કરી શકે છે. આ સિવાય ફિલ્મમાં એક્શન, ઇમોશન, દેશભક્તિ પણ દર્શાવવામાં આવી છે, જે ફિલ્મને જોવાલાયક બનાવે છે.
‘ધુરંધર’નો પાર્ટ 2 પણ આવશે
આમ, ફિલ્મમાં પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને ભારતની ઇન્ટેલિજન્સ ટીમ કેવી રીતે નિષ્ફળ કરે છે, તે દર્શાવવામાં આવ્યું છે. જોકે, આ ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવી છે, જે તેના મેકર્સનું સ્પષ્ટ વિઝન અને દૂરંદેશી દર્શાવે છે, કારણ કે ફિલ્મના અંતમાં તેના પાર્ટ 2ની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.
આદિત્ય ધરે પ્રોડ્યુસર, ડિરેક્ટર અને લેખકની જવાબદારી સારી રીતે સંભાળી છે. ફિલ્મમાં તેમની મહેનત દેખાઈ આવે છે. ઇરશાદ કામિલના શબ્દો અને શાશ્વત સચદેવના મ્યુઝિકના કોમ્બિનેશનથી ભરપૂર ગીત ફિલ્મમાં ચાર ચાંદ લગાવે છે. ફિલ્મમાં ઘણી જૂની ગઝલો પણ સાંભળવા મળે છે. જો તમને દેશભક્તિવાળી ફિલ્મો ગમે છે અને તમે એ જાણવા ઈચ્છો છો કે, દેશની ઇન્ટેલિજન્સ એજન્સીઓ કેવી રીતે કામ કરે છે. તો તમારે આ ફિલ્મ જોવી જોઈએ કે નહીં એ નક્કી કરી શકો છો.



