‘ધુરંધર’: પાકિસ્તાનના લયારી ટાઉનમાં ભારતીય એજન્ટનો ખુંખાર એક્શન…

બોલીવુડમાં લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ‘ધુરંધર’ (Dhurandhar) રિલીઝ થઈ ચૂકી છે, અને ટ્રેલર પરથી જ સ્પષ્ટ થાય છે કે આ એક હાઇ-વોલ્ટેજ જાસૂસી થ્રિલર છે. ફિલ્મની વાર્તા પાકિસ્તાનની વ્યાવસાયિક રાજધાની કરાચીના ઐતિહાસિક અને અંડરવર્લ્ડ પ્રભાવિત વિસ્તાર લયારી ટાઉનમાં સેટ છે.
જ્યાં એક ભારતીય એજન્ટ (ખુફિયા અધિકારી) લયારીના બલૂચ ગેંગમાં ઘૂસણખોરી કરે છે. ફિલ્મ ભારતીય ગુપ્તચર વિભાગના એક મોટા અધિકારીના આદેશ પર શરૂ થતા બેહિસાબ લોહીયાળ સંઘર્ષની કથા છે. ‘ધુરંધર’ એ એક એવી મસાલા ફિલ્મ તરીકે ઉભરી આવી છે જે સ્પાય થ્રિલર, ગેંગ-વૉર અને પોલિટિકલ થ્રિલરના રંગોને મિશ્ર કરીને બનવવામાં આવી છે.

લયારીને ‘કરાચીની માતા’ તરીકે ઓળખવામાં આવે છે, જે પાકિસ્તાનના બલૂચ, પખ્તૂન, સરાયકી સહિત અનેક સમુદાયોનું ઘર છે. આ વિસ્તારનો ઈતિહાસ ગેંગ-વૉર અને રાજકીય આશ્રય હેઠળ ચાલતા ગુનાહિત પ્રવૃત્તિઓથી ભરેલો છે. લયારીની બલૂચ ગેંગનો સરદાર ‘રહેમાન ડકૈત’ પાકિસ્તાનના રાજકારણમાં સક્રિય હતો. ‘ધુરંધર’ 1999 કંધાર વિમાન હાઇજેક અને 2001 સંસદ હુમલા બાદના સમયગાળાને દર્શાવે છે.
જ્યારે ભારતીય ગુપ્તચર વિભાગના ઓફિસર અજય સાન્યાલ (NSA અજીત ડોભાલથી પ્રેરિત પાત્ર) એ એવા એજન્ટને લયારીમાં સક્રિય કર્યો જે બલૂચ ગેંગમાં પોતાની જગ્યા બનાવી શકે. સાન્યાલનો સ્પષ્ટ મત હતો કે પાકિસ્તાનના આતંકવાદીઓ આ ગુનેગારોની મદદથી જ હથિયારો મેળવે છે, તેથી આ ગેંગોને ખતમ કરવી જરૂરી છે.
ફિલ્મના લેખક-નિર્દેશક આદિત્ય ધરે આ 3.5 કલાકની લાંબી ફિલ્મને જે રીતે કસીને લખી છે, તે વખાણવા લાયક છે. અનેક ટ્રેક્સ પર ચાલતી સ્ટોરીના વિવિધ ભાગો, અનેક પ્રકારના પાત્રો હોવા છતાં સ્ક્રિપ્ટમાં ક્યાંય કોઈ ઢીલાશ છોડતી નથી. ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના મોટાભાગના પાત્રો અસલ લોકો પર આધારિત છે, જે ફિલ્મ વધુ ધારદાર બનાવે છે.
લયારી ટાઉનની ગલીઓ, લોકોની બોલી અને રહેણી-કરણીને આદિત્ય ધરે પડદા પર બેમિશાલ રીતે રજૂ કરી છે. જોકે, ફિલ્મનું એક્શનમાં રહેલી હિંસા નબળા હૃદયના દર્શકોને વિચલિત કરી શકે છે. જો કે હિંસા બતાવવા પાછળ ડાયરેક્ટરનું કહેવું છે કે દુશ્મન દેશમાં પકડાયેલા એજન્ટ સાથે જે થાય છે, તે સિનેમાના પડદા પર બતાવવું પણ મુશ્કેલ છે.

‘ધુરંધર’નુ કેમેરાવર્ક, લોકેશન્સ, સ્પેશિયલ ઇફેક્ટ્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મમાં જીવ પૂરી દે છે. ફિલ્મ 3.5 કલાકની લાંબી હોવા છતાં, કંટાળા જનક નથી લગાતી. જોકે ફિલ્મ આઠ ચેપ્ટરમાં વહેંચાયેલી છે. તમામ કલાકારોએ ઉત્તમ કામ કર્યું છે. મુખ્ય ભૂમિકામાં રણવીર સિંહ શાંત રહે કે લડે, દરેક સીનમાં દિલ જીતી લે છે. અક્ષય ખન્ના વૃદ્ધ સિંહની જેમ અભિનય કરે છે, જેનો પંજો ઊઠે તો લોકો ડરી જાય. આર. માધવન અભિનયની એક શાળા સમાન લાગે છે. અર્જુન રામપાલ, સંજય દત્ત, ગૌરવ ગેરા, અને રિતિક રોશન સહિતના અન્ય કલાકારોએ પણ પોતાના પાત્રોમાં પ્રાણ પૂર્યા છે.
જ્યારે પડદા પર ભારતની છાતી પર લાગેલા ઘાના દૃશ્યો આવે છે, ત્યારે દર્શકો નિઃશબ્દ થઈ જાય છે. આ ફિલ્મ એવા અજાણ્યા દેશભક્તોને સલામ કરે છે, જેઓ વતન માટે પોતાનું આખું જીવન બલિદાન આપી દે છે.



