‘ધુરંધર’નો ધમાકોઃ 13 દિવસમાં ભારતની સૌથી વધુ કમાણી કરનારી ટોપ-10 ફિલ્મમાં સામેલ

મુંબઈ: બોલીવુડના પાવરહાઉસ ગણાતા રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ રિલીઝના પહેલા દિવસથી જ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે.
આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી આ એક્શન-એડવેન્ચર ફિલ્મ માત્ર 13 દિવસમાં જ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ટોપ-10 ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મની રફ્તાર જોતા એવું લાગે છે કે તે ટૂંક સમયમાં બોલીવુડના અનેક મોટા દિગ્ગજોના રેકોર્ડ તોડી શકે છે.
આપણ વાચો: ‘ધુરંધર’ના જમીલ જમાલી ઉર્ફે રાકેશ બેદીને કેમ મળી હતી જાનથી મારી નાખવાની ધમકી?
ધુરંધરે માત્ર 12 દિવસમાં જ 411.75 કરોડ રૂપિયાની તોતિંગ કમાણી કરી છે, જ્યારે 13માં દિવસે સાંજ સુધીમાં ફિલ્મે વધુ 13.77 કરોડનો વકરો કર્યો છે. જેનાથી ફિલ્મે કુલ આંકડો 425.52 કરોડ પર પહોંચી ગયો છે.
આ સાથે જ આ ફિલ્મે હિન્દી સિનેમાની હજારો ફિલ્મોને પાછળ છોડીને ‘ટોપ 10’માં સ્થાન મેળવ્યું છે. હવે આ ફિલ્મ ‘KGF 2’ના હિન્દી વર્ઝનનો રેકોર્ડ તોડવાથી માત્ર ગણતરીના કલાકો જ દૂર છે.
રિપોર્ટ અનુસાર, હાલમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ‘ધુરંધર’ 10મા ક્રમે છે. આ યાદીમાં પુષ્પા 2 (812 કરોડ), સ્ત્રી 2 (597 કરોડ) અને જવાન (582 કરોડ) જેવા મોટા નામ સામેલ છે.
આપણ વાચો: બોક્સઓફિસ પર ‘ધુરંધર’ની ઘૂમ વચ્ચે કપિલ શર્માની ફિલ્મના હાલ પણ જાણી લો….
હાલમાં ‘ધુરંધર’ 425 કરોડ સાથે 10માં સ્થાને છે, પરંતુ જે પ્રકારે ફિલ્મ આગળ વધી રહી છે, તે જોતા તે ખૂબ જ જલ્દી ‘એનિમલ’ (502 કરોડ) અને ‘ગદર ૨’ (525 કરોડ) જેવી ફિલ્મોના આંકડાને પણ વટાવી જશે તેવી પૂરી શક્યતા છે.
બોલીવુડમાં રણવીર સિંહ અને રણબીર કપૂર વચ્ચે હંમેશા હેલ્ધી કોમ્પિટિશન જોવા મળે છે. હવે રણવીરની આ ફિલ્મ રણબીર કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’ના લાઈફટાઈમ કલેક્શનના રેકોર્ડને તોડવાની અણી પર છે.
જો ‘ધુરંધર’ની કમાણીની આ ગતિ ચાલુ રહેશે તો આગામી 3થી 4 દિવસમાં તે 500 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે અને રણબીર કપૂરના સૌથી મોટા રેકોર્ડને મ્હાત આપશે. રણવીર સિંહના ચાહકોમાં આ સમાચારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



