મનોરંજન

ધર્મેન્દ્રના મોતની ચાલી અફવા, જાણો ઈશા દેઓલ અને હેમા માલિનીએ શું કહ્યું?

બોલીવુડના પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્રની તબિયત અચાનક લથડી છે અને તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. 89 વર્ષીય આ દિગ્ગજ કલાકારને 10 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેઓ વેન્ટિલેટર પર છે. તેમની ટીમે મંગળવારે નિધનની પુષ્ટિ કરી, પરંતુ પરિવાર તરફથી હજુ સત્તાવાર જાહેરાત બાકી છે.

ઈશા દેઓલે શું કહ્યું?
જ્યારે બીજી બાજુ ધર્મેન્દ્રની પુત્રી ઈશા દેઓલે મીડિયાના મૃત્યુના સમાચારોને ખોટા ગણાવ્યા છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, પપ્પા સ્થિર છે અને સાજા થઈ રહ્યા છે, પરિવારને ખાનગીપણું આપો અને ઝડપી સ્વસ્થતા માટે દુઆ કરો. આ પોસ્ટથી ચાહકોને થોડી રાહત મળી છે.

Rumors of Dharmendra's death are circulating, know what Esha Deol and Hema Malini said?

હેમા માલિનીનો ગુસ્સો ફુટ્યો
બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીએ ધર્મેન્દ્રની તબિયત અંગે ફેલાઈ રહેલી અફવાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, “જે વ્યક્તિ સારવારને સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને સ્વસ્થ થઈ રહ્યા છે, તેમના વિશે જવાબદાર ચેનલ્સ ખોટા સમાચાર કેવી રીતે ફેલાવી શકે? આ અત્યંત અસંવેદનશીલ અને ગેરજવાબદારી છે. કૃપા કરીને પરિવારની ખાનગીપણાની જરૂરિયાત અને તેના સન્માનનું ધ્યાન રાખો.” આ ટ્વીટથી તેમણે મીડિયાને સંયમ રાખવા અને પરિવારને માનસિક શાંતિ આપવા અપીલ કરી છે.

જો કે ધર્મેન્દ્રની નાજુક હાલતને લઈ ટીવી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કાલકારો હોસ્પિટલ ખબર અંતર પુછવા માટે પહોચ્યા હતા. હેમા માલિની, સની દેઓલ સહિત આખો દેઓલ પરિવાર હોસ્પિટલમાંથી હટ્યો નથી. અમેરિકામાં રહેતી એક પુત્રીની રાહ જોવાઈ રહી છે. જે આજે સવારે મુંબઈ પહોંચી હતી. સલમાન ખાન અને શાહરુખ ખાન પણ તેમના હાલ જાણવા પહોંચ્યા હતા. ગયા અઠવાડિયે રૂટિન ચેકઅપ માટે પણ અહીં આવ્યા હતા.

સૂત્રો પ્રમાણે, ધર્મેન્દ્ર વરિષ્ઠ હૃદયરોગ નિષ્ણાત ડૉ. દેવ પહલાજાનીની દેખરેખમાં છે. વેન્ટિલેટર સપોર્ટની વાત છે, પરંતુ પરિવારે હજુ કંઈ કહ્યું નથી. ચાહકો અને ઇન્ડસ્ટ્રી દુઆઓમાં લાગી છે.

આપણ વાંચો:  આ ટીવીની એક્ટ્રેસે પાછળ છોડ્યા બોલીવુડના દિગ્ગજ કલાકારોને, જાણો કેટલા છે ફોલોવર્સ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button