ધર્મેન્દ્ર માટે 1987નું વર્ષ નસીબદાર રહ્યું હતું, કારણ શું હતું?

બોલીવુડના હી-મેન ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે નિધન. તેમની કારકિર્દીમાં ૧૯૮૭નું વર્ષ સૌથી ભાગ્યશાળી રહ્યું હતું, જ્યારે તેમની સાત ફિલ્મો સતત હિટ રહી હતી.બોલીવુડના હી-મેન ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે નિધન. તેમની કારકિર્દીમાં ૧૯૮૭નું વર્ષ સૌથી ભાગ્યશાળી રહ્યું હતું, જ્યારે તેમની સાત ફિલ્મો સતત હિટ રહી હતી. લઈ રહ્યા હતા. જોકે, આજના તેમના નિધનના સમાચારથી ફિલ્મી કલાકારોની સાથે રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. ધર્મેન્દ્રના જીવનની અનેક ફિલ્મો ચાહકોના દિલમાં રાજ કરે છે, પરંતુ 1987નું વર્ષ તેમના માટે ‘લકી’ સાબિત થયું હતું.
65 વર્ષની તેમની ફિલ્મી કરિયરમાં ધર્મેન્દ્રએ ‘યાદો કી બારાત’, ‘શોલે’, ‘ચુપકે ચુપકે’ વગેરે જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. જોકે, તેમના ફિલ્મી કરિયરમાં એક વર્ષ એવું હતું જ્યારે તેમની સાત ફિલ્મો એક પછી એક હિટ રહી હતી. આ વર્ષ તેમના માટે સૌથી યાદગાર અને ભાગ્યશાળી સાબિત થયું હતું.
ધર્મેન્દ્રના ફિલ્મી કરિયરનું સૌથી સફળ વર્ષ

ધર્મેન્દ્રએ પોતાની ફિલ્મી કેરિયર દરમ્યાન 50થી વધુ હિટ ફિલ્મો આપી હતી. પરંતુ એક વર્ષ એવું હતું જ્યારે તેઓ બોક્સ ઓફિસના ‘રાજા’ બની ગયા હતા. 1987નું વર્ષ ધર્મેન્દ્ર માટે સૌથી નસીબદાર સાબિત થયું હતું. તે વર્ષે તેમની સાત ફિલ્મો હિટ રહી, જેના કારણે તેઓ દિગ્દર્શકોના પ્રિય બની ગયા હતા. આ સાત હિટ ફિલ્મોએ ધર્મેન્દ્રને એક નવી ઓળખ આપી હતી.
1987માં ધર્મેન્દ્રની પહેલી ફિલ્મ ‘ઇન્સાનિયત કે દુશ્મન’, 2 જાન્યુઆરીના રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી અને હિટ સાબિત થઈ હતી. ત્યાર બાદ આવેલી ફિલ્મ ‘હુકુમત’, ‘લોહા’, ‘આગ હી આગ’, ‘મર્દ કી ઝુબાન’, ‘વતન કે રખવાલે’ અને ‘દાદાગીરી’એ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.
ધર્મેન્દ્ર ભલે હવે આપણી વચ્ચે નથી, પણ તેમની ફિલ્મો દ્વારા તેઓ હંમેશાં યાદ રહેશે, જ્યાં સુધી હિન્દી સિનેમા અસ્તિત્વમાં છે ત્યાં સુધી લોકો ધર્મેન્દ્રને યાદ કરશે.



