ધનુષની કુબેર પર મહેરબાન થયા કુબેર, ઓપનિંગ દિવસે આપ્યાં આટલા કરોડ રૂપિયા...

ધનુષની કુબેર પર મહેરબાન થયા કુબેર, ઓપનિંગ દિવસે આપ્યાં આટલા કરોડ રૂપિયા…

મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર ધનુષ (Superstar Dhanush)ની નવી ફિલ્મ ‘કુબેર’ (Kuberaa) બોક્સ ઓફિસ પર ગઈ કાલે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા દિવસે સારી એવી કમાણી કરી છે. ધનુષની ‘કુબેર’ ફિલ્મે ઓપનિંગ દિવસે સિનેમાઘરોમાં કમાલ કરી દીધી છે. ‘કુબેર’ ફિલ્મે બોક્સ ઓફિસ (kuberaa Box Office collection) પર પહેલા દિવસે 13 કરોડ રૂપિયા છાપી દીધા છે. આમિર ખાન (Aamir Khan)ની સિતારે જમીન પર (Sitaare zameen par)ને પણ કમાણીમાં પાછળ પછાડી છે. આમિર ફિલ્મે પહેલા દિવસે માત્ર 11 કરોડની કમાણી કરી હતી. જ્યારે ધનુષની ફિલ્મે 13 કરોડનો વેપાર કર્યો છે. આ વીક એન્ડ ‘કુબેર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે તેવું મેકર્સને લાગી રહ્યું છે.

Dhanush Kuberaa

ધનુષના અભિનયના લોકોએ કર્યા ભરપૂર વખાણ
ધનુષની ફિલ્મ ‘કુબેર’ના અનેક લોકો સોશિયલ મીડિયામાં ખૂબ જ વખાણ કર્યાં છે. ફિલ્મ જોયા બાદ અનેક લોકોએ સોશિયલ મીડિયામાં પર પોસ્ટ કરીને આ ફિલ્મ વિશે પોતાના પ્રતિક્રિયા આપી છે. લોકો ધનુષના અભિનયના ખૂબ જ વખાણ કરી રહ્યાં છે. આ ફિલ્મ ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં ઘનની શોધ થતી હોવાની કહાણી જોવા મળી છે. આ ફિલ્મનું નિર્દેશન શેખર કમ્મુલાએ કહ્યું છે. ‘કુબેર’માં ધનુષ સાથે સાઉથના દિગ્ગજ અભિનેતા નાગાર્જુન, રશ્મિકા મંદાના, જિમ સર્ભ અને દલીપ તાહિલે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

Kuberaa sitare zameen par

એક સાથે બોક્સ ઓફિસ પર આવી બે સુપરસ્ટારની ફિલ્મો
અત્યારે બોક્સ ઓફિસ પર આમિરની સિતારે જમીન પર અને ધનુષની ફિલ્મ ‘કુબેર’ એક સાથે બોક્સ ઓફિસ પર આવી છે. બન્ને ફિલ્મમાં સુપરસ્ટારે કામ કર્યું છે. પહેલા દિવસે તો આમિરની સિતારે જમીન પર કરતા ધનુષની ‘કુબેર’ને લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. સિતારે જમીન પર ફિલ્મે પહેલા દિવસે 11 કરોડની કમાણી કરી છે. જ્યારે ‘‘કુબેર’’એ પહેલા દિવસે 13 કરોડનો વેપાર કર્યો છે. હવે જોવાનું એ છે કે, આ વીકેન્ડ બન્ને ફિલ્મો માટે કેવો રહે છે. લોકોને જમીન પર સિતારા જોવા છે કે, પછી ધનની શોધમાં જવું છે! તે આજે સોમવારે આંકડા આવતા જાણ થશે.

આપણ વાંચો : Kuberaa film review: દમદાર પર્ફોમન્સ અને ફ્રેશ સ્ટોરીલાઈન પણ…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button