
મુંબઈ: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની જોડીથી મોટાભાગના લોકો પરિચિત છે. 2020માં બંને લગ્ન ગ્રંથીમાં જોડાયા હતા. પરંતુ પાંચ વર્ષ બાદ બંનેએ છૂટાછેડા પણ લઈ લીધા હતા. તાજેતરમાં ધનશ્રી વર્માના લાલ સાડી, ગળામાં મંગલસૂત્ર અને સેંથામાં સિંદૂર સાથેનો વીડિયો વાયરલ થયો છે. શું ફરી ધનશ્રી વર્માએ લગ્ન કરી લીધા? એવા પ્રશ્નો ઊભા થયા છે.

ધનશ્રી વર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક ફોટોસ અને એક વીડિયો શેર કર્યો છે. તેનો વીડિયો ખાસ કરીને ચર્ચાનું કારણ બન્યો છે. આ વીડિયોમાં ધનશ્રી વર્માએ લાલ સાડી પહેરી છે. ગળામાં લીલા મોતીવાળા જ્વેલરી સેટની સાથે મંગળસૂત્ર પણ પહેર્યું છે. સાથોસાથ તેણે કાનમાં મેચિંગ ઇઅરિંગ્સ પણ પહેર્યા છે. આ સિવાય સેંથામાં સિંદૂર પણ પૂર્યું છે. એક દુલ્હન જેવો લૂક ધનશ્રી વર્માની સુંદરતામાં વધારો કરી રહ્યો છે. પરંતુ તેના કેટલાક ફેન્સ અને યુઝર્સના મનમાં અનેક પ્રશ્નો પણ પેદા થયા છે.

એક યુઝર્સે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, ‘બીજા લગ્નની તૈયારી’. બીજા યુઝર્સે લખ્યું કે, ‘સિંદૂર કોના નામનું લગાવ્યું છે?’ અન્ય એક યુઝર્સે લખ્યું કે, ‘ભાઈ મને એક વાત સમજાતી નથી, જો તેના છૂટાછેડા થઈ ગયા છે. તો સેંથામાં સિંદૂર શું ફોટો પડાવવા માટે પૂર્યું છે?’

લાલ સાડી સિવાય ધનશ્રી વર્માએ બ્રાઉનિશન ગોલ્ડન શેડવાળી ટિશ્યુ સિલ્ક સાડી પહેરેલા ફોટો પણ શેર કર્યા છે. આ સાડીના પાલવ પર જુદાજુદા રંગના સેક્વિન સિતારાથી ફ્લોરલ પેટર્ન કરવામાં આવી છે અને બોર્ડરની પણ સિતારા અને સ્ટોનથી સજાવટ કરવામાં આવી છે. આ સાથે તેણે પર્પલ કલરનો બ્લાઉઝ પહેર્યો છે. તેની ડીપ નેકલાઈનને સ્ટોન લગાવીને હાઇલાઇટ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ધનશ્રી વર્માએ આ ફોટોશૂટ કોઈ વિન્ટેજ કારના મ્યુઝિયમમાં કરાવ્યું હોય એવું લાગી રહ્યું છે. તેના ફોટોના બેકગ્રાઉન્ડમાં વિન્ટેજ કાર દેખાઈ રહી છે. સાથોસાથ તેણે પોતાની આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ‘વિન્ટેજ વાઇબ્સ, મોર્ડન મૂડ્સ’