યુઝવેન્દ્ર ચહલ સાથેના છૂટાછેડા અંગે ધનશ્રીનો ચોંકાવનારો ખુલાસો, લગ્નના બીજા જ મહિને…

કોરિયોગ્રાફર અને અભિનેત્રી ધનશ્રી વર્મા તેમના છૂટાછેડાના કારણે સતત ચર્ચામાં રહે છે. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેના તેમના અલગ થવાની ઘટનાએ ચાહકોને આઘાત આપ્યો છે. હાલમાં ધનશ્રી ‘રાઇઝ એન્ડ ફોલ’ નામના રિયાલિટી શોમાં જોવા મળી રહી છે, જ્યાં તેમણે ચહલ સાથેના સંબંધો તૂટવાના કારણો ખુલ્લેઆમ શેર કર્યા હતા. આ ખુલાસાઓએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચાને જન્માવી છે.
ધનશ્રીનો ચોંકાવનારો ખુલાસો
‘રાઇઝ એન્ડ ફોલ’ની એક વાયરલ ક્લિપમાં ધનશ્રી વર્મા અને કુબ્રા સૈત ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરતા જોવા મળે છે. આ દરમિયાન કુબ્રા ધનશ્રીને તેમના સંબંધો વિશે પૂછે છે કે, “તમને ક્યારે લાગ્યું કે હવે આ રીતે નહીં ચાલે?” ધનશ્રીએ જવાબ આપ્યો કે, “શરૂઆતના બીજા મહિનામાં જ મેં તેને રંગે હાથે પકડી લીધો હતો.” આ જવાબથી કુબ્રા સૈત આશ્ચર્યચકિત થઈ ગઈ, અને આ ખુલાસાએ દર્શકોમાં પણ હલચલ મચાવી દીધી છે.
અગાઉ ધનશ્રીએ 60 કરોડની એલિમનીની અફવાઓ પર પણ પ્રતિક્રિયા આપી હતી. ગાયક આદિત્ય નારાયણે જ્યારે તેમને ડિવોર્સના સમય વિશે પૂછ્યું, તો ધનશ્રીએ કહ્યું, “કાયદાકીય રીતે બધી પ્રોસેસ એક વર્ષમાં પૂરી થઈ ગઈ હતી. આ ઝડપથી થયું હતું, કારણ કે તે બંનેની સહમતિથી થયું હતું.
એલિમનીની બધી વાતો ખોટી છે. લોકો માત્ર એટલા માટે બોલે છે કે હું કંઈ નથી કહેતી. મારા માતા-પિતાએ મને શીખવ્યું છે કે ફક્ત તે લોકો સમક્ષ સ્પષ્ટતા કરવી જેમની મને પરવાહ હોય છે. અજાણ્યા લોકોને સમજાવવામાં સમય શા માટે બગાડવો?”
ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલે ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા હતા, પરંતુ ચાર વર્ષના સંબંધ પછી તેમને ડિવોર્સ લેવાનું નક્કી કર્યું હતું, જ્યારે 2025ના માર્ચમાં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. આ ઘટનાએ ચાહકોને નિરાશ કર્યા હતા, અને ધનશ્રીના નવા ખુલાસાઓએ આ વિવાદને વધુ હવા આપી છે.
આ પણ વાંચો…ધનશ્રી વર્માએ સેંથામાં કોના નામનું સિંદૂર પૂર્યું? સુહાગન બનેલી ધનશ્રીએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી