દીપિકા પદુકોણ 'કલ્કિ 2898 AD'ની સિકવલમાંથી હટાવી, જાણો શું છે વિવાદ | મુંબઈ સમાચાર
મનોરંજન

દીપિકા પદુકોણ ‘કલ્કિ 2898 AD’ની સિકવલમાંથી હટાવી, જાણો શું છે વિવાદ

મુંબઈ: થોડા સમય પહેલા લોન્ચ થયેલ ફિલ્મ કલ્કિ 2898 એડીએ દર્શકોનું દિલ જીત્યુ હતું. નાગ અશ્વિનની આ બ્લોકબસ્ટર ફિલ્મમાં દીપિકા પદુકોણે SUM-80નું પાત્ર ભજવ્યું હતું, જે બાદ દર્શકો તેના સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અને ફિલ્મના બીજા ભાગમાં પણ દીપિકાની એન્ટ્રી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે દીપિકાના ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દીપિકાને આ સિકવલમાંથી હટાવી દેવામાં આવી છે. આ નિર્ણય પાછળનું કારણ પણ ચોંકાવનારું છે.

નિર્માતાઓનું નિવેદન

વૈજયંતી મૂવીઝે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે દીપિકા પદુકોણ ‘કલ્કિ 2898 એડી’ની આગામી સિક્વલમાં નહીં હોય. નિવેદનમાં કહેવાયું, “ઘણા વિચાર પછી અમે આ નિર્ણય લીધો છે. પહેલી ફિલ્મના લાંબા સફર પછી પણ અમે આ ભાગીદારી આગળ ન વધારી શક્યા.” નિર્માતાઓએ દીપિકાની પ્રતિબદ્ધતા પર શંકા વ્યક્ત કરી અને જણાવ્યું કે આવી ફિલ્મ માટે પૂરેપૂરી પ્રતિબદ્ધતા જરૂરી છે. તેણે દીપિકાને ભવિષ્યના કામ માટે શુભેચ્છાઓ પણ આપી.

દીપિકાની માંગણીઓથી નિર્માતાઓ પરેશાન?

મીડિયા રિપોર્ટ મુજબ નિર્માતાઓના સૂત્રોનું કહેવું છે કે દીપિકાની ટીમે ઘણી માંગણીઓ કરી હતી, જેનાથી નિર્માતાઓ ત્રાસી ગયા હતા. દીપિકાને લાંબા કલાકોની શૂટિંગ માટે આરામદાયક વેનિટી વેન, ફાઈવસ્ટાર સ્ટે અને તેના 25 લોકોની ટીમના ખાવા-પીવાનો ખર્ચો ઉઠાવવાની માંગ કરી હતી. આ ઉપરાંત, દીપિકાની ટીમે મેક્સના ફી વધારો નહીં કરવાની શરતને પણ નકારી કાઠી હતી, જેનાથી નિર્માતાઓ નારાજ થયા છે.

આઠ કલાકની શિફ્ટની માંગ બની મુશ્કેલી

આ પહેલા પણ દીપિકાને ફિલ્મ ‘સ્પિરિટ’માંથી હટાવવામાં આવી હતી, જેનું કારણ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ તેની અનપ્રોફેશનલ માંગણીઓ ગણાવી હતી, જેમાં આઠ કલાકની શિફ્ટની માગ પણ હતી. ‘કલ્કિ’ના નિર્માતાઓ સાથે પણ દીપિકાની આવી જ માંગણીઓ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ માંગને લઈને ફરાહ ખાને રાધિકા મદન સાથેની ચર્ચામાં મજાકમાં કહ્યું હતું કે લાંબા કલાકોનું કામ જ સોનાને તપાવે છે, જ્યારે અનુરાગ કશ્યપ, અજય દેવગન અને કાજોલ જેવા સ્ટાર્સે આ માંગનું સમર્થન કર્યું હતું.

ચાહકો માટે આઘાત, શું થશે સિક્વલ?

દીપિકાને ‘કલ્કિ 2898 એડી’ની સિક્વલમાંથી હટાવવાની ખબરથી ચાહકો નિરાશ થયા છે, કારણ કે તેમનું પાત્ર ફિલ્મનું મહત્વનું આકર્ષણ હતું. નિર્માતાઓનો આ નિર્ણય ફિલ્મના ભવિષ્ય પર શું અસર કરશે, તે જોવું રહ્યું. હાલ તો ચાહકો નવા અપડેટની રાહ જોઈ રહ્યા છે, જ્યારે દીપિકાની ટીમે આ અંગે હજુ કોઈ નિવેદન આપ્યું નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button