આ એક્ટ્રેસના નવા લૂકને જોઈને ફેન્સ થયા બેકાબુ, કહ્યું દિન બના દિયા આપને તો…

બોલીવૂડ એક્ટ્રેસની સુંદરતાના લાખો દિવાનાઓ છે અને સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો પોસ્ટ કરીને એક્ટ્રેસ, એક્ટર્સ અપલોડ કરે કે તે વાઈરલ થઈ જતાં હોય છે. હાલમાં બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પદૂકોણ (Deepika Padukone) તેની પ્રેગ્નન્સીને કારણે લાઈમલાઈટમાં છે. થોડાક દિવસ પહેલાં જ એક્ટ્રેસ ડિઝાઈનર ડ્રેસમાં બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
હવે આ બધા વચ્ચે દીપિકા પદૂકોણનો એક નવો વીડિયો સામે આવ્યો છે અને આ નવા વીડિયોમાં દીપુનો નવો અવતાર જોઈને ફેન્સ એકદમ ચોંકી ઉઠ્યા છે. ફેન્સ દીપિકાનો આ નવો લૂક જોઈને એકદમ ખુશ થઈ ગયા છે આવો જોઈએ આખરે એવું તે શું ખાસ કર્યું છે દીપિકાએ-
આ પણ વાંચો: આ બાબતમાં દીપિકા પદૂકોણ, બિપાશા બાસુને પાછળ મૂકી દીધી રીતિક રોશનની Lady Loveએ…
દીપિકા પદૂકોણની હેર સ્ટાઈલિસ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોમાં દીપિકા એકદમ અલગ જ લૂકમાં જોવા મળી રહી છે. દીપિકા પદૂકોણ પોતાના નવા હેર લૂકને ખૂબ જ ગ્રેસફૂલી ફ્લોન્ટ કરી રહી છે અને કહેવાની જરૂર નથી કે દીપિકાના આ નવા લૂક પર ફેન્સ એકદમ લટ્ટુ થઈ ગયા છે.
વાઈરલ વીડિયો પર યુઝર્સ લાઈક અને કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે દીપિકા તમે તો દિવસ બનાવી દીધો. બીજા એક યુઝરે લખ્યું છે કે આ હેર સ્ટાઈલ તમારા પર સૂટ થાય છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ દીપિકા પદૂકોણની ફિલ્મ કલ્કી 2898 એડી રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં પ્રભાસથી લઈને અમિતાભ બચ્ચન સુધીના સ્ટાર્સ જોવા મળ્યા હતા. દીપિકા પદૂકોણની એક્ટિંગના પણ વખાણી થઈ રહ્યા છે. બોક્સ ઓફિસ પર પણ દીપિકાની આ ફિલ્મ છવાઈ ગઈ હતી અને તેણે કમાણીના તમામ રેકોર્ડ્સ બ્રેક કરી દીધા હતા. આ સિવાય દીપિકા પદૂકોણ ટૂંક સમયમાં જ અજય દેવગણ સાથે ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળશે અને આ સિવાય પણ તેની અનેક ફિલ્મો પાઈપલાઈનમાં છે.