મનોરંજન

દીપિકા પાદુકોણે રચ્યો ઇતિહાસ, હોલીવુડ વોક ઓફ ફેમ 2026 ની યાદીમાં અભિનેત્રીનું નામ

મુંબઈ: બોલીવુડનો જાણીતો ચહેરો દીપિકા પાદુકોણ, જેણે પોતાના કામ અને અદાથી લોકોના મન જીતી લીધા છે. તેમણે હેવ વૈશ્વિક સ્તરે ઈતિહાસ રચ્યો છે. તેઓ પ્રથમ ભારતીય અભિનેત્રી બન્યા છે, જેમને હોલીવુડ વૉક ઑફ ફેમ 2026માં મોશન પિક્ચર કેટેગરીમાં સન્માનિત કરવામાં આવશે. આ જાહેરાતે ભારતીય સિનેમાને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું છે. આ યાદીમાં દીપિકા સાથે વિશ્વની અન્ય પ્રખ્યાત હસ્તીઓનો પણ સમાવેશ થયો છે.

હોલીવુડ ચેમ્બર ઑફ કોમર્સે બુધવારે વૉક ઑફ ફેમ 2026ની યાદી જાહેર કરી, જેમાં દીપિકા પાદુકોણનું નામ મોશન પિક્ચર કેટેગરીમાં સામેલ છે. આ યાદીમાં હોલીવુડની એમિલી બ્લન્ટ, ફ્રેન્ચ અભિનેત્રી કોટિલાર્ડ, કેનેડિયન અભિનેત્રી રેચલ મેકએડમ્સ, ઇટાલિયન અભિનેતા ફ્રેન્કો નીરો અને સેલિબ્રિટી શેફ ગોર્ડન રામસેનો સમાવેશ થાય છે. 20 જૂને સેંકડો નામોમાંથી 35 હસ્તીઓની પસંદગી થઈ, જેને 25 જૂને ચેમ્બરના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે આ અદાકારાઓને મંજૂરી આપી.

દીપિકાની સિદ્ધિઓ

દીપિકા પાદુકોણ લાંબા સમયથી બોલીવુડમાં ટ્રેન્ડસેટર રહી છે. 2018માં તેમનું નામ ટાઇમ મેગેઝિનની 100 સૌથી ઈન્ફ્લૂએંટીઅલ પેરાસોનાલિટીએસની યાદીમાં સામેલ થયું હતું. તેમની અભિનય કૌશલ્ય અને વૈશ્વિક અસરે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે. દીપિકાએ પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે અને હવે હોલીવુડમાં પણ તેમનું નામ ગુંજી રહ્યું છે.

દીપિકાએ 2017માં હોલીવુડ ફિલ્મ ‘xXx: Return of Xander Cage’થી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેમની સાથે વિન ડીઝલ, નીના ડોબરેવ, ડોની યેન, રૂબી રોઝ અને સેમ્યુઅલ એલ જેક્સન જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મે તેમને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી. હોલીવુડ વૉક ઑફ ફેમનું સન્માન તેમની કારકિર્દીનો મહત્વનો સીમાચિહ્ન છે, જે ભારતીય સિનેમાને વિશ્વમાં ગૌરવ અપાવે છે.

આ પણ વાંચો…પ્રિયંકા ચોપરા કોની સાથે ઘૂમી લંડનની શેરીઓમાં, જુઓ રોમેન્ટિક તસવીરો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button