TMKOCમાં પાછા ફરશે દયાબેન, જાણો કોણે કર્યો આવો ચોંકાવનારો ખુલાસો…

ટીવીના લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શોની ફેનફોલોઇંગમાં કોઈ કમી નથી આવી. શોના દરેક પાત્ર સાથે દર્શકોનું એક અલગ કનેક્શન છે અને એમાં પણ ખાસ કરીને દયાબેન જેઠાલાલ ગડાનો એક ઓરા છે.
આજે પણ દર્શકો લાંબા સમયથી દયાબેન એટલે કે દિશા વાકાણીની વાપસીની રાહ જોઈ રહ્યા છે. છેલ્લાં કેટલાક દિવસથી એવા રિપોર્ટ્સ આવી રહ્યા હતા કે દિશા વાકાણી શોમાં પાછા ફરશે. હવે ખુદ શોના મેકર્સ આસિત કુમાર મોદીએ પણ આ વિશે ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું કહ્યું છે આસિત મોદીએ…
આપણ વાંચો: TMKOC: ફરી ભણકારા વાગી રહ્યા છે, હે મા…માતાજીવાળા દયાબેન પાછા ફરશે?
આસિત મોદીએ હાલમાં એક ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલાસો કર્યો હતો. આસિત મોદીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ શોમાં દયાબેનની વાપસી થવા જઈ રહી છે. દર્શકો ખૂબ જ આતુરતાપૂર્વક દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે અને હું ટૂંક સમયમાં જ આ કેરેક્ટરને ફાઈનલાઈઝ્ડ કરવા જઈ રહ્યો છું.
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે લોકોનું એવું કહેવું છે કે તેમને દયાબેન વિના શો ખાસ કંઈ પસંદ નથી આવી રહ્યો અને તેઓ શોને એ રીતે નથી એન્જોય કરી શકતા. હું આ વાતથી સહેમત પણ છું. ટીમ તરીકે અમે બધા દયાબેનની કમીને પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દયાબેન ટૂંક સમયમાં શોમાં પાછા કરશે.
આપણ વાંચો: TMKOCના ગુરુચરણના શો છોડવા પર Asit Modiએ કર્યો ચોંકાવનારો ખુલાસો…
અમે આશા રાખી રહ્યા છીએ કે દયાબેન તરીકે દિશા વાકાણી જ કમબેક કરે. તે મારા બહેન જેવી જ છે. પણ તેમના પર પરિવારની જવાબદારી પણ છે, એટલે તેમનું પાછા ફરવું અઘરું છે. અમે પણ દિશા વાકાણીને ખૂબ જ મિસ કરી રહ્યા છીએ, એવું આસિત મોદીએ વધુમાં જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં જ એવા અહેવાલ સામે આવ્યા હતા કે એક્ટ્રેસ કાજલ પિસલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનો રોલ કરવા જઈ રહી છે. જોકે, આ બાબતે હજી સુધી મેકર્સ દ્વારા કોઈ ખુલાસો કે જાહેરાત કરવામાં આવી નથી. જોઈએ હે આખરે દર્શકોની આતુરતાનો અંત ક્યારે આવે છે અને તેમને અજી સુનતે હો ટપ્પુ કે પાપા… ક્યારે સાંભળવા મળે છે.