શ્યામવર્ણી કાજોલ હવે થઈ ગઈ ગોરી, સ્કિન વ્હાઇટનિંગ સર્જરી કરાવવાની ચર્ચા કેમ જાગી?

મુંબઈઃ કાજોલ બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાની એક રહી છે. 30 વર્ષથી વધુની કારકિર્દીમાં તેણે અસંખ્ય બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને તેની અભિનય કુશળતા સાબિત કરી છે. ચાહકો હજુ પણ અભિનેત્રીની ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે.

આ બધા વચ્ચે કાજોલમાં એક નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. એક સમયે તેનો રંગ ઘેરો હતો, પરંતુ આજે અભિનેત્રી ગોરી થઈ ગઈ છે. તેના જૂના અને હાલના ફોટા જોઈને તમને પણ આશ્ચર્ય થશે.
આ પણ વાંચો: સર્જરી કરાવી નથી પણ ગોરી કઈ રીતે થઈ? કાજોલે ટ્રોલર્સને શું જવાબ આપ્યો?
કાજોલે 1992માં આવેલી ફિલ્મ ‘બેખુદી’થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે કાજોલ ખૂબ જ શ્યામ રંગની હતી અને તેના ત્વચાના રંગને કારણે તેને ઘણી વખત ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. અહેવાલ મુજબ કાજોલે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તેને ઘણી બધી બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો. લોકો તેની સ્થૂળતા અને બ્લેક રંગની મજાક ઉડાવીને તેને કદરૂપી કહેતા હતા. જોકે, કાજોલે આ બધી બાબતોથી પોતાને ક્યારે પણ પ્રભાવિત થવા દીધી નહીં અને પોતાનું સંપૂર્ણ ધ્યાન ફક્ત કામ પર આપ્યું.

એક સમયે કાળો રંગ ધરાવતી કાજોલ, હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેના જૂના અને હાલના ફોટા જોયા પછી તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. 51 વર્ષની કાજોલ હવે ખૂબ જ સુંદર દેખાય છે અને તેનો રંગ પણ હવે કાળો નથી રહ્યો. કાજોલને હવે તેના ગોરા રંગ માટે ટ્રોલ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો માને છે કે અભિનેત્રીએ તેની ત્વચાના રંગને હળવો કરવા માટે સર્જરી કરાવી છે. જોકે, કાજોલે હંમેશાં આ અફવાઓને નકારી કાઢી છે.
આ પણ વાંચો: પેપ્ઝ પર કેમ ગુસ્સે ભરાઈ કાજોલ? વીડિયો થયો વાઈરલ…
એક ઇન્ટરવ્યૂ દરમિયાન કાજોલે સ્કિન વ્હાઇટનિંગ સર્જરીના આરોપો પર પોતાનું મૌન તોડતા કહ્યું હતું કે તેણે ક્યારેય સ્કિન વ્હાઇટનિંગ સર્જરી કરાવી નથી. તેણે કહ્યું હતું કે પહેલા તે સીધા સૂર્યપ્રકાશમાં રહેતી હતી જેના કારણે તેની ત્વચા ટેન થઈ જતી હતી, પરંતુ હવે તે તડકામાં કામ કરતી નથી, તેથી તેની સ્કિનમાં પણ સુધારો થયો છે.