'વોટ ચોરી' અભિયાનમાં કૉંગ્રેસે કર્યો કેકે મેનનના વીડિયોનો ઉપયોગ, અભિનેતાએ વાંધો ઉઠાવ્યો...

‘વોટ ચોરી’ અભિયાનમાં કૉંગ્રેસે કર્યો કેકે મેનનના વીડિયોનો ઉપયોગ, અભિનેતાએ વાંધો ઉઠાવ્યો…

મુંબઈ: કેકે મેનન એક જાણીતા અભિનેતા છે. અનેક ફિલ્મોમાં કેકે મેનનને આઈકોનિક રોલ કર્યા છે અને પોતાના અભિનયથી એક અલગ મિસાલ કાયમ કરી છે. કેકે મેનનની એક વેબસીરિઝની બીજી સીઝન ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. જેની જાહેરાતનો ઉપયોગ કૉંગ્રેસે પોતાના અભિયાન માટે કર્યો છે. જેને લઈને કેકે મેનન સામે સવાલો ઊભા થયા છે.

કૉંગ્રેસે વીડિયોનો કઇ રીતે કર્યો ઉપયોગ?
રાહુલ ગાંધીએ ચૂંટણીમાં થયેલી ‘વોટ ચોરી’ને ઉજાગર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનના ભાગરૂપે કૉંગ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં કૉંગ્રેસે કેકે મેનનના એક વીડિયોનો ઉપયોગ કર્યો છે.

આ વીડિયોમાં કેકે મેનન કહી રહ્યા છે કે, “થોભો દોસ્તો. સ્ક્રોલ કરવાનું બંધ કરો. જો તમે આ રીલ જોઈ રહ્યા છો, તો તેનો અર્થ શું છે?” આ પછી, એક અન્ય વ્યક્તિ લોકોને કોંગ્રેસની ‘મત ચોરી’ વિરુદ્ધ ઝુંબેશમાં જોડાવા અને અવાજ ઉઠાવવા વિનંતી કરે છે.

કેકે મેનને કર્યો ખુલાસો
કૉંગ્રેસે પોસ્ટ કરેલા વીડિયોને લઈને કેકે મેનને સ્પષ્ટતા કરી છે. કેકે મેનને કૉંગ્રેસે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલા વીડિયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. કેકે મેનને કોમેન્ટ કરીને જણાવ્યું કે, “આ જાહેરાતમાં મેં કામ કર્યું નથી.

આ મારી સ્પેશિયલ ઓપ્સના પ્રમોશનની ક્લિપ છે, જેનો કોઈ પરવાનગી વગર એડિટ કરીને ઉપયોગ કરવામાં આવ્યો છે.” આમ કેકે મેનને પ્રતિક્રિયા આપીને કૉંગ્રેસની આ જાહેરાત સાથે પોતાનો કોઈ સંબંધ નથી. એવું સાબિત કરી દીધું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button