
હેડિંગ વાંચીને જો તમે પણ વિચારી રહ્યા હોવ કે અમે અહીં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સીઆઈડીને કારણે રિયલ લાઈફમાં મુશ્કેલીમાં મુકાયા હોય એની તો હકીકતમાં એવું કશું નથી. અહીં તો વાત થઈ રહી છે ટીવી સિરીયલ સીઆઈડી અને બિગ બીના શો કૌન બનેગા કરોડપતિની.
મળતી માહિતી મુજબ અત્યાર સુધી કેબીસીની ટીઆરપી રેટિંગ ખૂબ જ સારી હતી, પરંતુ જ્યારથી સીઆઈડીની સેકન્ડ સિઝન લોન્ચ થઈ છે ત્યારથી કેબીસીની મુશ્કેલીઓ વધી ગઈ છે અને કેબીસી પર મુશ્કેલીના વાદળો ઘેરાઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ચેનલ સાથે સંકળાયેલા લોકોએ એવો દાવો કરી રહ્યા છે રિયાલિટી ગેમ શો કેબીસીનું ભવિષ્ય અંધકારમાં છે. અહીંયા તમારી જાણ માટે કે સીઆઈડીની બીજી સિઝન આશરે 6 વર્ષ બાદ આવી છે, જ્યારે કેબીસી પર ચેનલ અને મેકર્સ સારી એવી રકમ ખર્ચ કરે છે.
આપણ વાંચો: આ બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાયને અમિતાભ બચ્ચનની યાદ અપાવે છે. જાણો કોણ છે આ સ્ટાર
પરંતુ સીઆઈડી ટેલિકાસ્ટ થતાં જ કેબીસીની ટીઆરપીમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, શોને વધારે ઈન્ટરેસ્ટિંગ બનાવવા માટે સતત શોના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવતા રહે છે.
આટલું ઓછું હોય તેમ હવે બિગ બીએ પણ સ્પેશિયલ એપિસોડ શૂટ કરવાની ના પાડી દીધી હતી. આ એપિસોડમાં સાઉથવા સુપરસ્ટાર્સ ભાગ લેવાના હતા.
જોકે, અત્યાર સુધી તો આ બાબતે કોઈ ઓફિશિયલ માહિતી સામે નથી આવી રહી. બિગ બી 24 કરતાં વધુ વર્ષોથી કેબીસી હોસ્ટ કરતાં આવી રહ્યા છે. આ શોને રસપ્રદ બનાવવાની સાથે સાથે જ બિગ બી આ શોના ઓક્સિજન પણ છે.
આપણ વાંચો: અમિતાભ બચ્ચનને ફરી આવ્યો ગુસ્સો, ટ્વીટર પર પૉસ્ટ કરી કહ્યું કે
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત છે કે કેબીસીને કોઈ શોએ ટક્કર આપી હોય. સોની ટીવી પર ટીઆરપીના મામલામાં કૌન બનેગા કરોડપતિને ટક્કર આપવી એ કંઈ સહેલી વાત નથી.
પરંતુ સીઆઈડીની બીજી સિઝને અશક્ય લાગતા કામને કરી દેખાડ્યું છે. સૂત્રો ત્યાં સુધી કહી રહ્યા છે કે જો આવું જ કહ્યું તો કદાચ કેબીસી બંધ થઈ જશે. જોઈએ હવે આખરે કેબીસી સીઆઈડીને ટીઆરપીમાં પછાડીને ફરી નંબર વનની પોઝિશન હાંસિલ કરી શકે છે કે નહીં?