મનોરંજન

CID ફેમ દિનેશ ફડનીસનું અવસાન, લોકોના પ્રિય ફ્રેડરિક્સે લીવર ડેમેજને કારણે જીવ ગુમાવ્યો

મુંબઇઃ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. CIDમાં ફ્રેડરિક્સનું પાત્ર ભજવવા માટે પ્રખ્યાત દિનેશ ફડનીસનું નિધન થયું છે. તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા.

હિટ ટીવી શો CIDમાં ફ્રેડરિક્સની ભૂમિકા ભજવીને પ્રખ્યાત બનેલા અભિનેતા દિનેશ ફડનીસનું 4 ડિસેમ્બરે રાત્રે નિધન થયું છે.. જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહેલા અભિનેતાનું ગઈકાલે રાત્રે લગભગ 12 વાગે અવસાન થયું હતું. દિનેશ ફડનીસ તેમની પાછળ પત્ની અને નાની પુત્રી તનુને છોડી ગયા છે. દિનેશના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.


લીવર ફેલ થયા બાદ અભિનેતા દિનેશ ફડનીસ ICUમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની હાલત નાજુક હતી અને તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. CID પર ફ્રેડરિક્સનું પાત્ર ભજવીને દિનેશ ઘર-પરિવારમાં જાણીતું નામ બની ગયા હતા અને તેઓ લગભગ 20 વર્ષ સુધી શોનો ભાગ રહ્યા હતા.


અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો જેને દયાનંદ શેટ્ટીએ ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે તેમને લીવરને નુકસાન થયું છે. દિનેશના નિધનના સમાચાર તેમના નજીકના મિત્ર દયાનંદ શેટ્ટીએ પણ વેબ પોર્ટલ દ્વારા આપ્યા હતા અને કહ્યું હતું – ‘હા, એ વાત સાચી છે કે તેઓ હવે નથી રહ્યા. લગભગ 12:08 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. હું અત્યારે તેમના ઘરે છું. તેમના અંતિમ સંસ્કાર આજે થશે. CIDના લગભગ તમામ લોકો અત્યારે અહીં હાજર છે.


દિનેશ ફડનીસ સીઆઈડી શોમાં ફ્રેડરિક્સનું પાત્ર ભજવતા હતા. આ શો ટીવી પરના સૌથી લોકપ્રિય શોમાંનો એક હતો, જેમાં ફ્રેડરિક્સ બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધીના પ્રિય અભિનેતા હતા. માત્ર ‘CID’ જ નહીં, દિનેશે અન્ય એક હિટ સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ કેમિયો કર્યો હતો. તેઓ કેટલીક ફિલ્મોમાં કેમિયો રોલમાં પણ જોવા મળ્યા છે. પરંતુ તેઓ લાંબા સમય સુધી શો ‘CID’માં જોવા મળ્યા હતા. તેમણે આ શોમાં 1998 થી 2018 સુધી કામ કર્યું અને ક્રાઈમ જેવા શોમાં પણ તેણે પોતાની કોમેડીથી લોકોના દિલમાં એક અવિસ્મરણીય ઓળખ બનાવી હતી. આ શોમાં દિનેશ ફડનીસ ઉપરાંત શિવાજી સાટમ, દયાનંદ શેટ્ટી, આદિત્ય શ્રીવાસ્તવ, જાનવી છેડા ગોપાલિયા, હૃષિકેશ પાંડે, શ્રદ્ધા મુસળે જેવા અન્ય ઘણા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza