મનોરંજન

ક્યારેક ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે કરી હતી શરુઆત, આજે ગ્લેમરથી ઉડાવી રહી છે ફેન્સના હોંશ…

ટીવી ઈન્ડસ્ટ્રીમાં અનેક એવી એક્ટ્રેસ છે કે જેમણે કરિયરની શરૂઆત તો ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી, પરંતુ આજે તેઓ શોઝમાં મેન લીડ રોલ નિભાવી રહી છે. એટલું જ નહીં પણ આજે તેઓ પોતાની સુંદરતા અને ગ્લેમરથી દર્શકોને ઘેલા કરી રહી છે. ચાલો જોઈએ કઈ છે આ એક્ટ્રેસ-

અદિતી ભાટિયાઃ

આ લિસ્ટમાં સૌથી પહેલાં નામ આવે છે ટીવી સિરીયલ યે હૈ મહોબ્બતેંમાં રૂહીનો રોલ નિભાવીને ફેમસ થયેલી અદિતી ભાટિયાનું. અદિતીએ ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ આજે તે એકદમ મોટી અને સુંદર દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં અદિતી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

અરિશ્ફા ખાનઃ

ટીવી સિરીયલ વીર કી અરદાસ વીરામાં બાળ કલાકાર તરીકે એક્ટિંગની દુનિયામાં પગલું મૂકનાર અરિશ્ફા ખાનનું નામ પણ આ યાદીમાં છે. આ સિવાય અરિશ્ફાએ ઉતરન, પાપા બાય ચાન્સ, મેરી દુર્ગા જેવી સિરીયલમમાં પણ કામ કર્યું હતું. હવે તે પહેલાં કરતાં પણ વધારે ગ્લેમરસ દેખાય છે.

રીમ શેખઃ

હાલમાં રીમ શેખ લાફ્ટર શેફ નામના કોમેડી કૂકિંગ શોમાં આવી રહી છે, પરંતુ તેણે છ વર્ષની ઉંમરથી જ એક્ટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. આજે રીમ 22 વર્ષની છે અને તેની સુંદરતા જોઈને ફેન્સ એકદમ ફ્લેટ થઈ જાય છે.

અવનીત કૌરઃ

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસની યાદીમાં અવનીત કૌરનો સમાવેશ પણ થાય છે. અવનીત કૌરે પણ ચાઈલ્ટ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 23 વર્ષની અવનીત કૌર પોતાની સુંદરતા અને અદાઓથી દર્શકોનું દિલ જિતી રહી છે. તેણે ફિલ્મ ટીકુ વેડ્સ શેરુથી બોલીવૂડ ડેબ્યુ પણ કરી લીધું છે. હાલમાં જ વિરાટ કોહલીને કારણે અવનીતનું નામ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું.

જન્નત ઝુબૈરઃ

સોશિયલ મીડિયા ક્વીન જન્નત ઝુબૈરનું નામ પણ આ યાદીમાં છે. જન્નતે ટીવી સિરીયલ ફૂલવાથી ફેમ હાંસિલ કરી હતી અને ત્યાર બાદ તેણે અનેક હિટ શોમાં કામ કર્યું હતું. આજે જન્નત પોતાના લૂક્સ અને ફેશન સેન્સથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

અવિકા ગૌરઃ

અવિકા ગૌરે ટીવી સિરીયલ બાલિકા વધુથી એક્ટિંગના કરિયરની શરૂઆત કરી હતી. નાનકડી આનંદી હવે એકદમ મોટી અને ગ્લેમરસ થઈ ગઈ છે. અવિકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની એક ઝલક જોવા માટે ફેન્સ એકદમ આતુર હોય છે.

અનુષ્કા સેનઃ

અનુષ્કા સેન પણ હાલમાં જ હૈ જુનૂન ફિલ્મના સ્ક્રિનિંગ સમયે નીલ નીતિન મુકેશ સાથેના વિવાદને કારણે ચર્ચામાં રહી હતી. અનુષ્કાએ પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આજે અનુષ્કા સેન 22 વર્ષની થઈ ગઈ છે અને તેના લૂક્સના ફેન દિવાના થઈ ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button