Chamkilaના ગાયક દીકરાએ પિતાના પહેલા પત્ની વિશે કહ્યું કંઈક એવું કે…

ઈમ્તિયાઝ અલી (Imtiaz Ali) ની ફિલ્મ અમરજીત સિંહ ચમકીલાએ ભારે વાહવાહી મેળવી છે. દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) અને પરિણિત ચોપડાના પર્ફોમન્સના પણ ઘણા વખાણ થઈ રહ્યા છે, ત્યારે હવે ચમકીલાનો દીકરો લાઈમલાઈટમાં આવ્યો છે. એક સિંગર તરીકે નામના મેળવવાની ચમકીલાના પ્રવાસ સાથે આ ફિલ્મમાં તેની પર્સનલ લાઈફ વિશે પણ કહેવામાં આવ્યું છે જેમાં તેની બીજી પત્ની અને સાથી ગાયિકા નવજોતનો રોલ પરિણિતીએ કર્યો છે, પણ ચમકીલાની પહેલી પત્ની પણ હતી જેનું નામ ગુરમેલ હતું અને તેને બે દીકરી પણ છે.
ચમકીલા અને નવજોતના રીલ લાઈફના દીકરા જૈમને પોતાના પિતાના પહેલા લગ્ન વિશે જણાવ્યું હતું કે હું તેમના પહેલા પત્નીના સંપર્કમાં છું. જે થયું તેમાં અમારો એટલે કે બાળકોનો કોઈ વાંક નથી. જ્યારે હું તેમને મળ્યો ત્યારે તેઓ પણ મને સારી રીતે મળ્યા. મારી બે બહેનો અમનદીપ અને કમલદીપ છે, તેમની સાથે પણ મારી વાતચીત થાય છે. અમે મળીએ છીએ. મારા પિતા સાથે જે થયું તે મામલે પણ વાતચીત થયા છે. ગુરમેલનું કહેવાનું છે કે ચમકીલાએ ખૂબ મહેનત કરી હતી, પણ તેના દુશ્મન પણ ઘણા હતા. જો તેઓ જિવિત હોત તો આપણી આવી હાલત ન હોત.
જૈમન તેના નાનાના પરિવાર સાથે મોટો થયો છે અને પિતાને યાદ કરી એક મેળો પણ આયોજિત કરે છે, જેમાં ચમકીલાનો પહેલો પરિવાર પણ સામેલ છે.
1988માં ચમકીલા અને અમરજોત પર ગોળી ધરબી તેની હત્યા કરવામાં આવી હતી. ચમકીલા પંજાબી સિંગર અને ગીતકાર હતો પણ તેના ગીતમાં અશ્લીલતા હોવાની ફરિયાદો થતી. જોકે લોકો તેના ગીતોના ફેન હતા અને મોટી સંખ્યામાં તેને સાંભળવા આવતા. એક કાર્યક્રમમાં તેઓ પહોંચ્યા કે અજાણ્યા શખ્શોએ તેમને અને તેમની મંડળીના બે ગાયકોને મારી નાખ્યા હતા.
આ ઘટના લોકોની જાણમાં ઓછી હોવાથી ફિલ્મ લોકોને નવી લાગી રહી છે.