મનોરંજન

‘ડિપ્રેશન’માંથી બહાર કાઢનાર પતિ પર જ સેલિના જેટલીએ શા માટે કર્યા ગંભીર આરોપ?

અભિનેત્રી સેલિના જેટલીએ સ્થાનિક કોર્ટમાં અરજી દાખલ કરીને તેના ઓસ્ટ્રિયન પતિ પીટર હાગ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. સેલિનાનો આરોપ છે કે હાગે લાંબા સમય સુધી તેને ભાવનાત્મક, શારીરિક, જાતીય અને મૌખિક રીતે હેરાન કરી છે, જેના કારણે તેણે ન્યાય મેળવવા માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. આજે તેમની અરજી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ. સી. ટેડી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સુનાવણી બાદ કોર્ટે પીટર હાગને નોટિસ જારી કરી અને આગામી સુનાવણી 12 ડિસેમ્બર પર મુલત્વી રાખી.

હાગે સેલિનાના ડિપ્રેશનને કારણે નોકરી છોડી હતી

આ કેસ એટલા માટે પણ ધ્યાન ખેંચી રહ્યો છે કારણ કે સેલિના અને પીટરના લગ્નને સ્થિર અને પ્રેમાળ સંબંધ તરીકે જોવામાં આવતો હતો. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં અભિનેત્રીએ ઘણા મુશ્કેલ વ્યક્તિગત અનુભવોનો સામનો કર્યો છે. 2020માં સેલિનાએ ડિપ્રેશન વિશે ખુલીને વાત કરી હતી. તે સમયે તેણે એમ પણ કહ્યું હતું કે તેની માનસિક સ્થિતિ જોઈને હાગે નોકરી છોડી દીધી અને પરિવારને દુબઈથી ઑસ્ટ્રિયા લઇ જવાનો નિર્ણય લીધો. એક મુલાકાતમાં તેણે કહ્યું કે તેના પતિનો આ નિર્ણય તેના માનસિક સ્વાસ્થ્યને સ્થિર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થયો, કારણ કે તેનાથી તેને તેના જીવન પર નિયંત્રણ મેળવવાની તક મળી.

આ પણ વાચો : સેલિના જેટલીએ પતિ વિરુદ્ધ કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યોઃ 50 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું

દીકરા, પિતા અને માતાના નિધનથી સેલિનાના જીવન પર અસર પડી

સેલિના અને પીટર હાગે 2011માં લગ્ન કર્યા હતા અને એક વર્ષ પછી 2012માં તેમણે જોડિયા પુત્રો, વિન્સ્ટન અને વિરાજનું સ્વાગત કર્યું. 2017માં તે જોડિયા બાળકો, આર્થર અને શમશેરની માતા બની. કમનસીબે, શમશેરનું જન્મ પછી તરત જ હૃદયની ગંભીર બીમારીને કારણે અવસાન થયું. આ કૌટુંબિક દુર્ઘટના વચ્ચે અભિનેત્રીએ 2018માં તેના પિતા, કર્નલ વિક્રમ કુમાર જેટલીને ગુમાવ્યા, અને તે જ વર્ષે તેની માતાનું પણ કેન્સર સાથે લાંબી લડાઈ બાદ અવસાન થયું. આ સતત વ્યક્તિગત દુર્ઘટનાઓએ સેલિનાના જીવન પર ઊંડી અસર કરી હતી.

આ પણ વાચો : 53મા ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સની જાહેરાત; દિલજીત દોસાંઝ-ચમકીલા ચુકી ગયા, જાણો સંપૂર્ણ વિજેતાઓની યાદી…

દુબઈમાં બંનેની મુલાકાત પછી એકબીજાની નજીક આવ્યા

હાલના વિવાદ પહેલા તેમની લવસ્ટોરીને ઘણીવાર મીડિયામાં એક સુંદર પરીકથા તરીકે રજૂ કરવામાં આવતી હતી. એક જૂના ઇન્ટરવ્યુમાં સેલિનાએ જણાવ્યું હતું કે તેઓ પહેલી વાર દુબઈમાં એક ફેશન બ્રાન્ડના લોન્ચ દરમિયાન મળ્યા હતા, જેનું તે પ્રતિનિધિત્વ કરી રહી હતી. તેને યાદ કરતા કહ્યું હતું કે, પારિવારિક મિત્રો દ્વારા પરિચય કરાવતા પહેલી નજરે જ પીટર પ્રત્યે એક ઊંડી લાગણીની અનુભૂતિ થઈ હતી.

તે દિવસે તેમણે વધારે વાત નહોતી કરી, પણ તેને એવું લાગ્યું કે કોઈ તાર તેની સાથે જોડી રહ્યો છે, જાણે પીટર તેના જીવનમાં ખાસ ભૂમિકા ભજવવાનો છે. આજે, આ જ સંબંધ કાનૂની ગૂંચવણોમાં ફસાયેલો છે અને આગામી સુનાવણીઓ આગળની કાર્યવાહી નક્કી કરશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button